જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી

08:30 PM Jan 13, 2025 | gujaratpost

ટોકિયોઃ જાપાનમાં જોરદાર ભૂકંપ આવ્યો છે, અહીના ક્યૂશુ ટાપુ પર ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યૂશુ ટાપુ પર હોવાનું સામે આવ્યું છે અને અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપ અનુભવાયો છે.

તંત્ર દ્વારા ભૂકંપ બાદ ત્સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે અને લોકોને દરિયા કિનારાના વિસ્તારોથી તાત્કાલિક દૂર ખસી જવા ચેતવણી આપવામાં આવી છે.

ભૂકંપના કારણે કોઇ મોટો નુકસાનના અહેવાલ નથી, અગાઉ પણ જાપાનમાં મોટી તીવ્રતાના ભૂકંપ આવી ચુક્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++