+

અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી !

ગાંધીનગરઃ અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં અનેક હોસ્પિટલોની બેદરકારીઓ સામે આવી હતી, અનેક દર્દીઓના જીવ ગયા છે, સરકારી હોસ્પિટલોની બેદરકારીઓ દબાવી દેવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ છે, ખ્યાતિ

ગાંધીનગરઃ અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં અનેક હોસ્પિટલોની બેદરકારીઓ સામે આવી હતી, અનેક દર્દીઓના જીવ ગયા છે, સરકારી હોસ્પિટલોની બેદરકારીઓ દબાવી દેવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ છે, ખ્યાતિકાંડ પણ તેમના જ સમયમાં થયો અને પરિવારજનોએ સ્વજનો ગુમાવ્યાં, હવે નવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા બેદરકારી રાખનારી હોસ્પિટલો સામે જોરદાર કાર્યવાહી કરી રહ્યાં છે, એક પછી એક બેદરકાર હોસ્પિટલો સામે પગલા ભરી રહ્યાં છે, આ કાર્યવાહી પણ ક્યાં સુધી થાય છે તેના પર અમે પણ નજર રાખીને જનતાને જાગૃત કરીશું.

જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યૂટને 150થી વધુ કાર્ડિયાક પ્રોસીજરમાં ગેરરીતિ બદલ PMAJY માંથી સસ્પેન્ડ કરી 

હોસ્પિટલને પી.એમ.જે.એ.વાય મા યોજનામાંથી કરવામાં આવી સસ્પેન્ડ

પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી 

હોસ્પિટલના ડો.પાર્શ્વ વ્હોરાને સસ્પેન્ડ કરાયા

પાલનપુરની સદભાવના હોસ્પિટલ અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને રૂ. 50- 50 હજારનો દંડ કરાયો 

ભાજપની સરકારમાં કેટલીક હોસ્પિટલોના સંચાલકો બેફામ બન્યાં છે, મેડિકલ માફિયાઓ સામે સરકાર લાચાર દેખાઇ રહી છે. ઘણા કિસ્સાઓમાં ભાજપના નજીકના લોકોની હોસ્પિટલો પણ ચાલી રહી છે, હવે અમદાવાદના ખ્યાતિકાંડ પછી જામનગરમાં પણ બોગસ સારવાર કરતી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યૂટમાં પી.એમ.જે.એ.વાય.-મા યોજનાના નામે બોગસ કામ થયું છે.

હોસ્પિટલમાં 105 કાર્ડિયાક પ્રોસીઝરરમાં ગેરરીતી થઇ છે, તેને માત્ર 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. JCC હાર્ટ ઇન્સ્ટીટ્યૂટના ડો.પાર્શ્વ વ્હોરા (G-28538) દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિઓના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ હોસ્પિટલ દ્વારા PMJAYના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને એક કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા 262 કેસની વધુ તપાસ કરાવતા 53 કેસમાં ગોટાળો જોવા મળ્યો હતો. જેમાં જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ પારદર્શક બનાવવા માટે પગલા લેવાઇ રહ્યાં છે, જો કે અગાઉના આરોગ્ય મંત્રીના રાજમાં હોસ્પિટલ માફિયાઓ એટલા બેફામ બની ગયા છે કે પાનશેરીયા જેવા 10 મંત્રીઓને પણ આ માફિયઆઓ ગાંઠે તેમ નથી, જો કે પ્રજાના હિતમાં નવા મંત્રી અત્યારે એક્ટિવ થયા છે તે એક સારી વાત પણ છે.

facebook twitter