+

બગદાણા કેસમાં જયરાજ આહીરના જામીન મંજૂર, 14 દિવસના જેલવાસ બાદ કોર્ટનો ચૂકાદો

બગદાણાઃ નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં જયરાજ આહીરની એસઆઈટીની ટીમે ધરપકડ કરી હતી. 14 દિવસના જેલવાસ બાદ જયરાજ આહીરને જામીન મળ્યાં છે. મહુવા કોર્ટે જયરાજ સહિત 6 લોકોના જામીન મંજૂર કર્યા હતા.

બગદાણાઃ નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં જયરાજ આહીરની એસઆઈટીની ટીમે ધરપકડ કરી હતી. 14 દિવસના જેલવાસ બાદ જયરાજ આહીરને જામીન મળ્યાં છે. મહુવા કોર્ટે જયરાજ સહિત 6 લોકોના જામીન મંજૂર કર્યા હતા. બંને પક્ષના વકીલોની દલીલ પછી કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટે તમામ 6 આરોપીને જામીન આપ્યા છે. સાંજ સુધીમાં જયરાજને જેલમાંથી મુક્તિ મળી શકે.

આ કેસમાં જયરાજ આહીર છેલ્લા 13 દિવસથી જેલમાં બંધ છે. જેલમાંથી મુક્ત થવા માટે જયરાજ આહીર, નાજુ કામડિયા, કાના કામળિયા, સંજય ચાવડા, દિનેશ સોલંકી અને અજય ભાલીયાએ જામીન અરજી કરી હતી. ચકચારી નવનીત બાલધિયા કેસમાં SIT ની ટીમે જયરાજ આહીરની ધરપકડ કરી હતી.

શું છે આરોપ ?

નવનીત બાલધિયાએ આરોપ લગાવ્યો છે કે, તેમના પર થયેલા હુમલાની પાછળ જયરાજ આહિરની ભૂમિકા છે. તેમના પર માર મારવાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જયરાજ આહિર લોકપ્રિય લોકકલાકાર અને સામાજિક રીતે જાણીતા માયાભાઈ આહિરના પુત્ર છે. 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માયાભાઈએ યોગેશભાઈ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ કર્યો હતો. 

આ વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી હતી કે બગદાણામાં હાલ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ જ છે. બાદમાં માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગતો વીડિયો નવનીત બાલધિયાને મોકલ્યો હતો, જે પણ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયો હતો. આ પછી મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter