જેરૂસેલમઃ ઇઝરાયેલની સેનાએ શનિવારે પશ્ચિમ કાંઠાના જેનિનમાં હુમલો કર્યો હતો. એક ઘાયલ પેલેસ્ટિનિયન વ્યક્તિને લશ્કરી જીપના બોનેટ સાથે બાંધીને લઈ જતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ ઈઝરાયેલી સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. વીડિયોમાં ઘાયલ સ્થાનિક વ્યક્તિને ઈઝરાયેલી આર્મી જીપના હૂડ સાથે બાંધેલો જોઈ શકાય છે. તેની ઓળખ મુજાહિદ આઝમી તરીકે થઈ છે.
સમાચાર એજન્સી રોયટર્સે તેના અહેવાલમાં જણાવ્યું કે વીડિયો ફૂટેજની તારીખ અને જીપની આગળ બાંધેલી વ્યક્તિની ઓળખ પ્રત્યક્ષદર્શીઓ સાથેની મુલાકાત દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. મુજાહિદ આઝમીના પરિવારના જણાવ્યાં અનુસાર, તે ઈઝરાયેલના સૈનિકોના ગોળીબારમાં ઘાયલ થયો હતો. જ્યારે અમે આઝમી માટે એમ્બ્યુલન્સની વિનંતી કરી ત્યારે ઇઝરાયેલી સૈનિકોએ તેમની સૈન્ય જીપના હૂડ સાથે બાંધીને લઈ ગયા હતા.
આઝમીના પિતરાઈ ભાઈએ રોઈટર્સને જણાવ્યું કે તેને જેનીન સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઇઝરાયેલી સેનાએ રોઇટર્સને જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, જે તથ્યો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. શંકાસ્પદ વ્યક્તિને વાહન સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને સુરક્ષા દળો દ્વારા આદેશો અને પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને લઈ જવામાં આવ્યો હતો.
કેમ્પ પર ઈઝરાયેલેના હુમલામાં 24 લોકોનાં મોત
પેલેસ્ટિનિયન પ્રદેશના ઉત્તરમાં ગાઝા શહેરના વિવિધ વિસ્તારોમાં શનિવારે ઇઝરાયેલના હુમલામાં 45 લોકો માર્યાં ગયા હતા. ગાઝા પટ્ટીના આઠ શરણાર્થી શિબિરોમાંથી એક અલ-શાતી પર ઇઝરાયેલી હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા. અલ-તફાહમાં ઈઝરાયેલના હુમલામાં અન્ય 18 પેલેસ્ટાઈનના મોત થયા હતા.
ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે થોડા સમય પહેલા IDF યુદ્ધ વિમાનોએ ગાઝા શહેરના વિવિધ વિસ્તારોમાં હમાસના બે લશ્કરી માળખાગત સ્થળો પર હુમલો કર્યો હતો. હમાસે તેના લશ્કરી માળખાને નુકસાન પહોંચાડવાના ઇઝરાયેલના દાવાઓ પર ટિપ્પણી કરી નથી. ઇઝરાયેલી હુમલાઓ નાગરિક વસ્તીને નિશાન બનાવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/