+

રાત્રિભોજન પહેલાં ઇઝરાયેલી પીએમ નેતન્યાહૂએ પીએમ મોદીને સરપ્રાઇઝ આપી, ભારતીય કપડાં પહેરીને આશ્ચર્યચકિત કર્યા

 ઇઝરાયલઃ બુધવારે (25 ફેબ્રુઆરી) ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાત્રિ ભોજન પહેલાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પરંપરાગત ભારતીય વસ્ત્રો પહેર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટ

 ઇઝરાયલઃ બુધવારે (25 ફેબ્રુઆરી) ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાત્રિ ભોજન પહેલાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પરંપરાગત ભારતીય વસ્ત્રો પહેર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બેન્જામિન નેતન્યાહૂને ભારતીય કપડા પહેરેલા જોઈ શકાય છે.

બેન્જામિન નેતન્યાહૂએ સફેદ ફુલ-સ્લીવ શર્ટ ઉપર આછા ગ્રે રંગનું સ્લીવલેસ જેકેટ પહેર્યું હતું, જે પરંપરાગત ભારતીય જેકેટ જેવું લાગે છે. તેમણે તેને ઘેરા ફોર્મલ પેન્ટ અને કાળા ફોર્મલ શૂઝ સાથે પહેર્યું હતું. તેમણે X પર હિન્દીમાં પોસ્ટ કરી અને લખ્યું કે અમારા સંયુક્ત રાત્રિભોજન પહેલાં, મેં મારા મિત્ર વડાપ્રધાન મોદીને પરંપરાગત ભારતીય પોશાક પહેરીને આશ્ચર્યચકિત કર્યા.

મોદી નેસેટને સંબોધિત કરનારા પ્રથમ વડાપ્રધાન બન્યાં

પીએમ મોદીએ જેરુસલેમમાં નેસેટ (ઇઝરાયલી સંસદ) ના ખાસ પૂર્ણ સત્રને સંબોધિત કર્યું. આ સાથે, મોદી ઇઝરાયેલી સંસદને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યાં. નેસેટમાં પહોંચ્યાં બાદ, સ્પીકર અમીર ઓહાનાએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. મોદીએ પોતાના ભાષણની શરૂઆત સ્પીકરનો ખાસ સન્માન બદલ આભાર માનીને કરી હતી. તેમણે નેસેટના સ્પીકર મેડલ એનાયત કરવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમને બંને દેશોની સ્થાયી મિત્રતા અને સહિયારી લોકશાહી પરંપરાઓને સમર્પિત કર્યું હતું.

મોદીએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના પ્રાચીન સભ્યતા સંબંધો તેમજ ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, સુરક્ષા અને વ્યૂહાત્મક તાલમેલ પર આધારિત મજબૂત આધુનિક ભાગીદારી પર વિસ્તૃત વાત કરી. તેમણે કહ્યું કે કૃષિ, ગ્રામીણ વિકાસ, જળ વ્યવસ્થાપન, ટકાઉપણું અને ઉદ્યોગસાહસિકતા જેવા ક્ષેત્રોમાં સહયોગથી બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે.

ઇઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપવાની ઓફર

પીએમ મોદીએ આતંકવાદ સામે બંને દેશોની અતૂટ શૂન્ય-સહિષ્ણુતા નીતિનો પુનરોચ્ચાર કર્યો અને 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલા માટે સંવેદના વ્યક્ત કરી હતું. તેમણે જણાવ્યું કે આવી ક્રૂરતા અને બર્બરતાને કોઈ પણ સ્વરૂપમાં વ્યાજબી ઠેરવી શકાય નહીં. તેમણે આ ક્ષેત્રમાં કાયમી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસોને ભારતનો સંપૂર્ણ ટેકો આપવાની ઓફર કરી હતી.

facebook twitter