+

બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી, સલમાન ખાનની સિક્યુરીટી વધારી દેવામાં આવી

મુંબઈ: NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી સામે આવી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાં અનુસાર આરોપીઓએ પૂછપરછ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવા

મુંબઈ: NCP નેતા બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી સામે આવી રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાં અનુસાર આરોપીઓએ પૂછપરછ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો છે. પોલીસ હાલમાં તેના દ્વારા આપવામાં આવેલા નિવેદનનું ક્રોસ વેરિફિકેશન કરી રહી છે. ત્રણેય આરોપીઓ છેલ્લા 25 દિવસથી તે વિસ્તારની રેકી કરી રહ્યાં હતા. ઘટના પહેલા ત્રણેય આરોપી ઓટો રિક્ષા દ્વારા બાંદ્રા ઈસ્ટ પહોંચ્યાં હતા. બાબા સિદ્દીકી પર ગોળીબાર કરતા પહેલા ત્રણેય ત્યાં થોડીવાર રાહ જોઈ રહ્યાં હતા. બાબા સિદ્દીકી મર્ડર કેસ પર મુંબઈ પોલીસ પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરવાની છે.

ત્રીજા આરોપીની શોધ ચાલુ છે

બાબા સિદ્દીકીને ત્રણ-ચાર ગોળી વાગી હતી પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ સમગ્ર બાબત સ્પષ્ટ થશે. મુંબઈ પોલીસે બાબા સિદ્દીકી હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. આરોપી કરનૈલ સિંહ હરિયાણાનો રહેવાસી છે અને ધર્મરાજ કશ્યપ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.  

ફાયરિંગ સમયે ફટાકડા ફોડી રહ્યાં હતા

જ્યારે બાબા સિદ્દીકી પર ગોળીબાર થયો ત્યારે છત્રપાલ નામનો વ્યક્તિ થોડે દૂર હાજર હતો. છત્રપાલે જણાવ્યું કે તે દુર્ગા માતાની યાત્રામાં સામેલ હતો. લગભગ 9:30 વાગ્યાની આસપાસ ઘણા ફટાકડા ફોડવામાં આવી રહ્યાં હતા,ત્યારે સામેથી લોકો દોડી આવ્યાં અને કહ્યું કે ત્યાં ફાયરિંગ થઈ રહ્યું છે, ત્યારબાદ લોકો વિખેરાઈ ગયા હતા, એટલે કે આ હત્યા પુરા પ્લાનિંગથી કરાઇ હતી.

શનિવારે રાત્રે ઓફિસની બહાર હત્યા

એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નિર્મલ નગરમાં કોલગેટ ગ્રાઉન્ડ પાસે બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર બનેલી આ ઘટના બાદ તરત જ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે.

બાંદ્રા (વેસ્ટ) બેઠકનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કર્યું

આ ચોંકાવનારી ઘટના બાદ વિપક્ષે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યાં હતા. આગામી મહિને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના પૂર્વ નેતા સિદ્દીકી (ઉ.વ-66)ને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેમનું મોત થયું હતું. બાબા સિદ્દીકીએ વિધાનસભામાં બાંદ્રા (વેસ્ટ) બેઠકનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. બાબા સિદ્દીકી સલમાન ખાન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સની નજીક હતા. બાબા સિદ્દીકીને Y શ્રેણીની સુરક્ષા મળી હતી. હવે સલમાન ખાનની પણ સુરક્ષા વધારવામાં આવી છે કારણ કે સલમાનને પણ લોરેન્સ ગેંગે ધમકી આપેલી છે અને તેના ઘર પર થોડા સમય પહેલા ફાયરિંગ કરાયું હતુ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter