મોદીના પરમ મિત્ર ટ્રમ્પે ભારતને કહ્યાં અપશબ્દો, ભારત સરકારે મૌન ધારણ કરી લીધું- Gujarat Post

10:34 AM Sep 26, 2024 | gujaratpost

(File Photo)

ટ્રમ્પે ભારતને સંબંધોનો ભયંકર દુરુપયોગ કરનારું ગણાવ્યું

PM Modi and Donald Trump News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસને ન મળવાનું મુખ્ય કારણ અમેરિકન રાજકારણમાં ભારતનું તટસ્થ વલણ જાળવવાનું હતું. ભારત બિલકુલ ઇચ્છતું ન હતું કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન એવી કોઇ સ્થિતિ ઉભી થાય જેનાથી પક્ષપાતના આરોપ લાગે.

Trending :

મોદીની અમેરિકાની યાત્રા શરૂ થાય એ પહેલાં ટ્રમ્પે મોદીને ફેન્ટાસ્ટિક મેન ગણાવીને જાહેર કરેલું કે, મારા મિત્ર મોદી મને મળવા માટે આવી રહ્યાં છે હવે ટ્રમ્પે ભારતની ટીકા કરીને 'વેરી બિગ એબયુઝર' ગણાવ્યું છે. જેનો મતલબ સંબંધોનો ભયંકર દુરૂપયોગ કરનારા લોકો એવા થાય. ટ્રમ્પની ભારત વિરોધી ટીપ્પણી પછી પણ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળશે કે નહીં એ સવાલ પૂછાવા લાગ્યો હતો. જોકે મોદીના યાત્રા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.

ટ્રમ્પે ભારતને 'વેરી બિગ એબયુઝર' ગણાવીને ગાળો આપ તેની સામે મોદી સરકાર અને ભાજપની નેતાગીરી બંને ચૂપ છે. રાહુલ ગાંધી વિદેશમાં ભારત વિરોધી નિવેદનો અપનારને મળે તેમાં હોહા કરી નાંખનારા ભાજપના નેતા ટ્રમ્પ સામે એક શબ્દ નથી ઉચ્ચારી રહ્યાં. ટ્રમ્પની વાતનો સ્પષ્ટ અર્થ એ થાય કે, ટ્રમ્પ પાછા અમેરિકાના પ્રમુખ બને તો ભારત માટે ખરાબ દિવસો આવે. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન આપણી નિકાસને મોટો ફટકો મારીને આર્થિક હાલત ખરાબ કરી નાંખી હતી.  

અમદાવાદમાં ટ્રમ્પના કાર્યક્રમમાં મોદી સરકારે કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો હતો અને હવે તે જ ટ્રમ્પ ભારત માટે અપશબ્દો બોલી રહ્યાં છે, ત્યારે મોદી સરકાર પણ આ મામલે ચૂપ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526