+

અમેરિકામાં ભારતીય એન્જિનિયર મૃત હાલતમાં મળ્યો, છ દિવસ પહેલા પાડોશીના દરવાજા પાસેથી લેપટોપ- બેગ મળી હતી

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં અભ્યાસ કરતો 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા લગભગ 6 દિવસથી ગુમ હતો અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. કર્ણાટકનો રહેવાસી સાકેત શ્રીનિવાસૈયા કેલિફોર્

કેલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં અભ્યાસ કરતો 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા લગભગ 6 દિવસથી ગુમ હતો અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. કર્ણાટકનો રહેવાસી સાકેત શ્રીનિવાસૈયા કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેમાં કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને 9 ફેબ્રુઆરીએ ગુમ થયો હતો.

બર્કલે સ્કેનર ન્યૂઝ પોર્ટલે અહેવાલ આપ્યો છે કે ગુમ થયેલા વિદ્યાર્થીનો પાસપોર્ટ અને લેપટોપ સહિત બેગ બેકપેક પાર્ક હિલ્સ વિસ્તારમાં એક ઘરના દરવાજા પરથી મળી આવ્યાં હતા. 

આ અંગે વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી અને માહિતી આપી કે અમને ખૂબ જ દુઃખ છે કે સ્થાનિક પોલીસે ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાના મૃતદેહની પુષ્ટિ કરી છે. આ અત્યંત મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. 

વાણિજ્ય દૂતાવાસે પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે, જેમાં સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરવું અને તેના નશ્વરદેહને વહેલી તકે ભારત પરત મોકલવાની વ્યવસ્થા કરશે. અમારા અધિકારીઓ પરિવાર સાથે સીધા સંપર્કમાં છે અને તેમને બધી જરૂરી ઔપચારિકતાઓ અને સેવાઓમાં મદદ કરશે.

તેને IIT મદ્રાસમાં અભ્યાસ કર્યો હતો

સાકેત શ્રીનિવાસૈયા કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગ વિભાગમાં માસ્ટર્સ કરી રહ્યો હતો. તેણે 2025 માં IIT મદ્રાસમાંથી B.Tech પૂર્ણ કર્યું હતું. 

9 ફેબ્રુઆરીથી ગુમ

સાકેત 9 ફેબ્રુઆરીથી ગુમ હતો. તેને છેલ્લે બર્કલે હિલ્સ વિસ્તારમાં લેક અંઝા નજીક જોવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી, લગભગ છ દિવસ પછી તેનો મૃતદેહ મળી આવ્યો છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter