+

ભારત અને અમેરિકા સાચા મિત્રો છે, વેપાર સોદા પર વાતચીત ચાલી રહી છે, ટ્રમ્પની પોસ્ટ પર પીએમ મોદીનો જવાબ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે બેવડું વલણ અપનાવ્યું છે. એક તરફ તેમણે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, તો બીજી તરફ, તેઓ બંને દેશો વચ્ચે વેપાર માટે વાતચીત શરૂ કરવામાં રસ દાખવી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે બેવડું વલણ અપનાવ્યું છે. એક તરફ તેમણે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, તો બીજી તરફ, તેઓ બંને દેશો વચ્ચે વેપાર માટે વાતચીત શરૂ કરવામાં રસ દાખવી રહ્યા છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પના નિવેદનનો જવાબ આપ્યો છે.

થોડા કલાકો પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાતચીત શરૂ કરવાની જાહેરાત કરી હતી. આના પર પ્રતિક્રિયા આપતા, પીએમ મોદીએ પણ વેપાર કરારને લીલી ઝંડી આપી દીધી છે.

વેપાર સોદા પર પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ભારત અને અમેરિકા નજીકના મિત્રો તેમજ કુદરતી ભાગીદારો છે. મને વિશ્વાસ છે કે આ વેપાર સંવાદ ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારીની અપાર શક્યતાઓનો માર્ગ મોકળો કરશે. અમારી ટીમ આ પર કામ કરી રહી છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે આતુર છું. સાથે મળીને આપણે બંને દેશોના લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે કામ કરીશું.

અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટ શેર કરીને વેપાર સોદા પર વાતચીત ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે વેપાર વિસંગતતાઓને ઉકેલવા માટે વેપાર કરાર પર ફરીથી વાતચીત શરૂ કરી દીધી છે. હું આગામી અઠવાડિયામાં મારા નજીકના મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાની યોજના બનાવી રહ્યો છું. મને લાગે છે કે બંને દેશો વચ્ચે વેપાર સોદામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

અમેરિકા હાલમાં ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આ ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થયો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ ખરીદી રહ્યું છે અને આ પૈસાથી રશિયાએ યુક્રેન યુદ્ધ ચાલુ રાખ્યું છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter