સુરતઃ લસકાણા વિસ્તારમાં રહેતા 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવીને પોતે આત્મહત્યા કરી લીધી છે. દવા પીધી હોવાની જાણ પરિવારને થતા બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યાં હતા. મહિલાએ કયા કારણસર આ પગલું ભર્યું હતું તે સામે આવ્યું નથી. લસકાણા પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.
અમરેલીના ડેડકણી ગામના રહેવાસી અને સુરતના લસકાણાના કઠોદરા ખાતે આવેલી ગઢપુર ટાઉનશીપમાં આ મહિલા પરિવાર સાથે રહેતા હતા. મહિલાના લગ્ન 2020માં થયા હતા. તેમના પતિનું અકસ્માતમાં અવસાન થયું હતું. તેમના બીજા લગ્ન કર્યા હતા તે સફળ ન થતા પિયરમાં પાછા આવીને પિતા સાથે રહેતા હતા.
તેમના 7 વર્ષના પુત્રને તાવ આવતો હોવાથી ગઇકાલે હોસ્પિટલ જવાનું કહીને ઘરેથી નીકળ્યાં હતા. સાંજ પડતા પણ ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન પાસોદરા રોડ ખાતે આવેલા મામાદેવના મંદિર પાસે 7 વર્ષના પુત્રને ઝેરી પીવડાવીને પોતે પણ દવા ગટગટાવી લીધી હોવાની માહિતી મળતા પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં હતા.
મહિલાનું સારવાર દરમિયાન સવારે મોત થયું છે અને પુત્રની હાલત વધુ ગંભીર છે. પોલીસે મહિલાના પરિવારનું નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++