જૂનાગઢઃ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની 17,581 મતોથી ભવ્ય જીત થઇ છે. કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 વોટ સાથે ભગવો લહેરાયો છે. 17 હજાર કરતા વધારે મતની લીડથી ગોપાલ ઇટાલિયાએ ભાજપનાં ઉમેદવાર કિરીટ પટેલને હરાવ્યાં છે. જો કે તેમાં કોંગ્રેસની સ્થિતિ ખુબ જ આંચકાજનક થઇ હતી. કોંગ્રેસનાં ઉમેદવારને માંડ 5 હજાર મત મળ્યાં હતા.
વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતથી આમ આદમી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીતથી લોકો ઢોલનગારા વગાડી અને ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યાં છે.
વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ હતો. ડિસેમ્બર 2023 માં AAPના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી ભાજપમાં જોડાયા બાદ તે બેઠક ખાલી પડી હતી. જૂનાગઢની વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને, કોંગ્રેસે નીતિન રાણપરિયાને અને AAPએ ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા.
મહેસાણા જિલ્લાના કડીમાં, અનુસૂચિત જાતિ (SC) ઉમેદવારો માટે અનામત બેઠક ફેબ્રુઆરીમાં ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન પછી ખાલી પડી હતી. શાસક પક્ષે રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે 2012 માં આ બેઠક જીતનારા પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે AAP એ જગદીશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા હતા.
કડીમાં ભાજપનાં ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38904 મતોની લીડથી વિજય થયો છે. કોંગ્રેસનાં રમેશ ચાવડાનો પરાજય થયો હતો. જ્યારે આમ આદમી પાર્ટીનાં જગદીશ ચાવડાને ખુબ જ ઓછા મતો મળ્યાં હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++