અમદાવાદઃ આવકવેરા ખાતાના અમદાવાદના અધિકારીઓએ અમદાવાદ, નડિયાદ અને આણંદમાં તાંબા અને એલ્યુમિનિયમના ઉત્પાદન સાથે સંકળાયેલા વિદ્યા સનલાઈટ ગ્રુપના 20 સ્થળો પર દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન 700 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો અને રૂપિયા 16 કરોડના સોનાના દાગીનામાંથી રૂ.6 કરોડના દાગીના જપ્ત કર્યા છે.
વિદ્યાા સનલાઈટ ગ્રુપના 16 લોકરો સીલ કર્યા છે, તેમાંથી 14 લોકર ઓપરેટ કરવાના બાકી છે. માત્ર બે લોકર જ ઓપરેટ કર્યા છે. આ દરોડામાં ગ્રુપના પ્રમોટર શ્યામ સુંદર રાઠી, શેલેશ રાઠી, અક્ષય હેડા, પ્રહલાદ હેડા, સંજય હેડા, નીતિન હેડા, મનીષ હેડા તથા તેમના પરિવારના બાકીના સભ્યને આવરી લેવામાં આવ્યાં છે.
વિદ્યા સનલાઈટ ગ્રુપ તાંબા અને એલ્યુમિનિયમના ભંગારની આયાત કરે છે. તેમાંથી વાયર, અર્થિંગ વાયર અને સ્ટ્રીપ બનાવે છે.વિદ્યા સનલાઈટ ગ્રુપે રૂપિયા 700 કરોડના બોગસ બિલથી ખરીદી બતાવી છે.
નડિયાદના પીપલગ રોડ પર આવેલા વસંતવિહાર વિસ્તારના એકમો પર પણ દરોડા પાડ્યાં હતા. આ કંપનીના બોગસ બિલો જોતાં જીએસટીની પણ કાર્યવાહી થઇ શકે છે. મહેમદાવાદના હલધર વાસ અને આખડોલ નજીક આવેલી કંપનીમાં પણ આવકવેરાની ટીમે દરોડા પાડ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/