વોંશિગ્ટનઃ ફરી એકવાર અમેરિકામાં ઇસ્કોન મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ગુનેગારોએ હવે સ્પેનિશ ફોર્ક, ઉટાહમાં સ્થિત ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરને નિશાન બનાવ્યું અને અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો છે. આ મંદિર તેના વાર્ષિક હોળી તહેવાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઘણા દિવસો સુધી રાત્રે મંદિર પરિષરમાં અંદાજે 30 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેના કારણે મંદિરને વ્યાપક નુકસાન થયું છે.
મંદિરની ઇમારત પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું
ઇસ્કોનના જણાવ્યાં મુજબ, રાત્રે જ્યારે ભક્તો અને મહેમાનો અંદર હતા ત્યારે મંદિરની ઇમારત અને આસપાસની મિલકત પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનાને કારણે મંદિરની જટિલ હાથથી કોતરેલી કમાનો સહિતની વસ્તુઓને હજારો ડોલરનું નુકસાન થયું હતું.
તાત્કાલિક કાર્યવાહી માટે અપીલ
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X પર પોસ્ટ કર્યું, અમે ઉટાહના સ્પેનિશ ફોર્કમાં ઇસ્કોન શ્રી રાધા કૃષ્ણ મંદિરમાં તાજેતરમાં થયેલી ગોળીબારની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. કોન્સ્યુલેટ તમામ શ્રદ્ધાળુઓ અને સમુદાયને સંપૂર્ણ સમર્થન આપે છે અને સ્થાનિક અધિકારીઓને ગુનેગારોને ન્યાય અપાવવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરે છે.
અગાઉ કેલિફોર્નિયામાં એક મંદિર પર હુમલો થયો હતો
મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે 9 માર્ચે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરમાં પણ આવી જ ઘટના બની હતી. લોસ એન્જલસમાં કહેવાતા ખાલિસ્તાની લોકમતના થોડા દિવસો પહેલા જ આ મંદિરને અપવિત્ર કરવામાં આવ્યું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++