+

અમદાવાદનું ઇસ્કોન મંદિર વિવાદમાં, પૂજારીઓના કબ્જામાં રહેલી પુત્રીને ડ્રગ્સ અપાતું હોવાના પિતાનો આરોપ-Gujarat Post

અમદાવાદઃ શહેરનું ઇસ્કોન મંદિર ચર્ચામાં આવ્યું છે. એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મીમેન પિતાએ હાઇક

અમદાવાદઃ શહેરનું ઇસ્કોન મંદિર ચર્ચામાં આવ્યું છે. એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મીમેન પિતાએ હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યાં છે. અરજદારે તેમની પુત્રીને જાનનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો-ડ્રગ્સ અપાતુ હોવા સહિતના ગંભીર આક્ષેપો પણ અરજીમાં કર્યા છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ઘ્યાને લઇ લાપતા યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા આદેશ આપ્યો છે અને કેસની વઘુ સુનાવણી 9મી જાન્યુઆરીએ રાખી છે.

જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે રાજય સરકાર, પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઇ, ઇસ્કોન સાથે સંકળાયેલા નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઇ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદારસ મહારાજ, અક્ષયતિથિ કુમારી, મોહિત પ્રભુજી મહારાજ અને કોર્પસ વિરુદ્ધ કારણદર્શક નોટિસ જારી કરી છે.

અરજદાર પિતાએ અરજીમાં ગંભીર આક્ષેપો કર્યા હતા કે, તેમની પુત્રી મંદિરના પૂજારીઓની ગેરકાયદે કસ્ટડી અને કેદમાં જ છે અને તેઓ દ્વારા તેમની પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અપાય છે. જેના કારણે તેણીના જીવનુ જોખમ બન્યું છે. આ સમગ્ર મામલે અરજદાર પિતાએ મેઘાણીનગર પોલીસથી લઇ સોલા પોલીસમથક, પોલીસ કમિશનરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પોલીસ દ્વારા તેમની પુત્રીને શોધવાના કોઇ અસરકારક પ્રયાસો કરાયા નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter