અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં IAS ન બોલવાના શબ્દો બોલી ગયા- Gujarat Post

09:33 AM Aug 04, 2025 | gujaratpost

અધિકારીના વાણી વિલાસથી કેટલાક અધિકારીઓ નારાજ થયા

બેઠકમાં બેથી ત્રણ મહિલા અધિકારીઓ પણ હાજર હતા

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં IAS અને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. બેઠક દરમિયાન એક IAS અધિકારી બરાબરના બગડ્યાં હતા. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કામગીરીને લઈને તમામ અધિકારીઓને આડેહાથ લેનારા IAS અધિકારી એક તબક્કે કેટલા ઉગ્ર થઈ ગયા હતા કે, તેમના મોઢામાંથી ન બોલવાના શબ્દો નીકળી ગયા હતા. અધિકારીના આવા વર્તન અને વાણી વિલાસને લઈને કેટલાક અધિકારીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.

આ બેઠકમાં બેથી ત્રણ મહિલા અધિકારીઓ પણ હાજર હતા. ત્યારે ખરાબ વાણીવિલાસ કરનાર અધિકારીના ધ્યાન પર આ બાબત આવી નથી. જેથી ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચા છે કે સાહેબને પોતાના વાણી વિલાસ ઉપર કંટ્રોલ નથી અને જાહેરમાં આ રીતે શબ્દો બોલવા એ કોઈ અધિકારીને શોભા ન આપે. આ IAS અધિકારી સામે શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું ??