તમામ મૃતકોની ઉંમર 80 વર્ષથી વધારે
29 જુલાઈ પછી ફોન ઉપાડતાં ન હતા
ન્યૂયોર્કઃ અમેરિકામાં યાત્રા દરમિયાન લાપતા થયેલા ગુજરાતી મૂળના પરિવારના ચાર સીનિયર સિટીઝન રવિવારે મૃત અવસ્થામાં મળી આવ્યાં હતા. માર્શલ કાઉન્ટી શેરીફ ઓફિસે તમામ વરિષ્ઠ નાગરિકોનું કાર અકસ્માતમાં મોત થયું હોવાનું કહ્યું છે.
શેરિફ ઓફિસના એક નિવેદન અનુસાર તેમની કાર બિગ વ્હીલિંગ ક્રીક રોડની પાસે અકસ્માતની હાલતમાં મળી હતી.આ વિસ્તાર ખૂબ જ અંતરિયાળ હતો. જેના કારણે બચાવ દળને દુર્ઘટના સ્થળ સુધી પહોંચવામાં કલાકોનો સમય લાગ્યો હતો. તેમણે જણાવ્યું કે મૃતકોની ઓળખ 89 વર્ષીય ડો. કિશોર દીવાન, 85 વર્ષીય આશા દીવાન, 86 વર્ષીય શૈલેશ દીવાન અને 84 વર્ષીય ગીતા દિવાન તરીકે કરવામાં આવી હતી.
તેઓ 29 જુલાઇએ પેન્સિલવેનિયાના એરીમાં પીચ સ્ટ્રીટ પર એક બર્ગર કિંગ આઉટલેટ પર દેખાયા હતાં. તેમણ અહીં છેલ્લી વખત ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યુ હતું. શેરિફ માઇક ડોઘર્ટીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે અમે આ અકસ્માતની તપાસ કરી રહ્યાં છીએ, તમામ લોકો માર્શલ કાઉન્ટી સ્થિત પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પેલેસ ઓફ ગોલ્ડ જઇ રહ્યાં હતાં.
સ્થાનિક મીડિયા મુજબ 29 જુલાઇ પછી ચાર વરિષ્ઠ નાગરિકો પૈકી કોઇએ પણ ફોન કોલનો જવાબ આપ્યો ન હતો. સેલ ટાવર ડેટાએ છેલ્લે બુધવારે માઉન્ડ્સવિલામાં લગભગ 3 વાગ્યે તેમના ડિવાઇસથી સિગ્ટન પ્રાપ્ત કર્યા હતાં. છેલ્લા ચાર દિવસોમાં કાયદા એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ તપાસ ઓપરેશન માટે હેલિકોપ્ટર અને વધારાની ટીમો તૈનાત કરી હતી.
3.jpg)