રાજકોટઃ ફોઇએ મિલકતના વિવાદને કારણે પોતાની જ ભત્રીજીનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે 6 વર્ષની અનાયા અને તેની 44 વર્ષની ફોઇ રીમા માખાણીના ગુમ થવાના કેસની તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રીમા માખાણીએ તેના વકીલ મિત્ર સાથે મળીને તેના ભાઈ રિયાઝ માખાણી પર દબાણ લાવવા માટે તેની ભત્રીજી અનાયા અને પોતાનું નકલી અપહરણ કર્યું હતું. રીમા માનતી હતી કે તેના પિતાની કરોડોની મિલકતમાં તેનો હિસ્સો છે, પરંતુ તેનો ભાઈ તેને અધિકારો આપવા માંગતો ન હતો.
પહેલા પોતાનું અપહરણ કરવાની યોજના હતી
રીમાને ડર હતો કે જો તેનું એકલું અપહરણ થશે તો તેનો ભાઈ પૈસા નહીં ચૂકવે. તેથી તેણે તેની ભત્રીજી અનાયાનું પણ અપહરણ કરાવ્યું જેથી મામલો ગંભીર લાગે. 24 જુલાઈના રોજ, રીમા અનાયા સાથે ઘરેથી ગઈ અને પછી ગુમ થઈ ગઈ હતી.
સીસીટીવીમાં દેખાયો માસ્ક પહેરેલો અપહરણકર્તા
રાજકોટ પોલીસને કેટલાક સીસીટીવી ફૂટેજ મળ્યાં હતા, જેમાં એક માસ્ક પહેરેલો વ્યક્તિ રીમા અને અનાયાનું છરીની અણીએ અપહરણ કરતો જોવા મળ્યો હતો. પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે આ માસ્ક પહેરેલો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રીમાનો વકીલ મિત્ર રાજવીર સિંહ હતો.
ભાઈ પર મિલકત હડપ કરવાનો લગાવ્યો આરોપ
રીમાએ પોલીસને જણાવ્યું કે રિયાઝે તેના શેરની વીડિયોગ્રાફી કરાવી હતી અને તે તેના પર દબાણ કરી રહ્યો હતો કે તેને કંઈ નહીં મળે. તેનાથી ગુસ્સે થઈને રીમાએ તેના મિત્ર સાથે મળીને આ આખી યોજના બનાવી હતી.
પોલીસે બંનેની ધરપકડ કરી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યાં અનુસાર, ફરિયાદ મળ્યાં બાદ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી અને રીમા તથા તેના વકીલ મિત્ર રાજવીર સિંહની ધરપકડ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/