મુંબઈઃ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયાને 40 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી હુમલાખોર પોલીસની પકડથી બહાર છે પોલીસે 35 ટીમ બનાવી છે અને હુમલાખોરની શોધખોળ કરી રહી છે, મુંબઈ પોલીસની ટીમ સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી અને તેમને હુમલાખોરને લઈને કરીના કપૂરનું નિવેદન પણ નોંધ્યું હતું.
હુમલાખોર વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે હુમલો કર્યા બાદ પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો, આ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યાં બાદ પોલીસને આ માહિતી હાથ લાગી હતી. પોલીસે જણાવ્યું કે હુમલાખોર બાંદ્રા પોલીસ સ્ટેશન અને બાન્દ્રા રેલવે સ્ટેશન વચ્ચે જોવા મળ્યો હતો.
મુંબઈ પોલીસે હુમલાખોરને પકડવા માટે 35 જેટલી ટીમો બનાવી છે, પોલીસને સીસીટીવી ફૂટેજમાંથી એ પણ જાણવા મળ્યું હતું કે આ હુમલાખોર સવારના 8 વાગ્યા સુધી બાન્દ્રા વિસ્તારમાં જ ફરતો રહ્યો હતો, પરંતુ પોલીસ તેને પકડી શકી ન હતી. પોલીસ પાસે હુમલાખોરની ત્રણ તસવીર છે. એક જ્યારે તે ઘરમાં પ્રવેશી રહ્યો હતો ત્યારની છે, બીજી જ્યારે તે સૈફના ઘરમાંથી નીકળી રહ્યો હતો ત્યારની છે અને ત્રીજી તેના કપડા બદલેલા નવા લૂકની છે.
આ ઘટનાને લગતા સીસીટીવી ફૂટેજ પણ પોલીસે બહાર પાડ્યાં છે, જેમાં એક વ્યક્તિ ચહેરા પર લાલ રૂમાલ લપેટીને બિલ્ડિંગની સીડીઓ ચઢતો જોવા મળે છે. તેની પીઠ પર કાળી બેગ છે અને તેણે ચપ્પલ નથી પહેર્યા. તેના હાથ પણ ખાલી છે. પોલીસનું માનવું છે કે ઘરમાં ઘુસતી વખતે અવાજ ના આવે એ માટે કદાચ હુમલાખોરે ચપ્પલ નહીં પહેર્યા હોય. હુમલાખોરના ફૂટેજ સૈફની બિલ્ડિંગના છઠ્ઠા માળના છે. ત્યાંથી તે 11મા માળે સૈફના ઘરમાં પહોંચ્યો હતો.
લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરોએ સૈફ અલી ખાનના હેલ્થ બુલેટિનમાં જણાવ્યું છે કે સૈફની તબિયત હવે સારી છે, પણ તેને બેડરેસ્ટની જરૂર છે. તેની કરોડરજ્જુ પાસેથી અઢી ઇંચનો ચાકુનો ટૂકડો કાઢવામાં આવ્યો છે. હવે સૈફ ખતરાની બહાર છે અને તેને આઇસીયુમાંથી બહાર રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં તેમને આરામ કરવાની જ સલાહ આપવામાં આવી છે. હોશમાં આવતા જ સૈફે ડૉક્ટરોને સવાલ કર્યો હતો કે શું તે શૂટ કરી શકશે અને જીમ જઇ શકશે? જોકે, ડૉક્ટરોએ તેને જણાવી દીધું છે કે હાલમાં તો આ બધું શક્ય નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
#WATCH | Maharashtra | Morning visuals from outside 'Satguru Sharan' building which houses actor #SaifAliKhan's apartment in Mumbai's Bandra.
— ANI (@ANI) January 18, 2025
As per Lilavati Hospital administration, the actor is doing well and has been shifted from ICU to a normal room. pic.twitter.com/F0JdoAk78B