+

કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post

બેંગલુરુ: કર્ણાટકમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.એક ટ્રક 50 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 10 થી વધુ લોકોનાં મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ઉત્ત

બેંગલુરુ: કર્ણાટકમાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.એક ટ્રક 50 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 10 થી વધુ લોકોનાં મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ઉત્તરા કન્નડના એસપી એમ.નારાયણે જણાવ્યું કે પીડિતો ખેડૂતો હતા,તેઓ સાવનુરથી યેલાપુરા મેળામાં ફળો વેચવા જઈ રહ્યાં હતા. સાવનુર-હુબલી રોડ પર જંગલ વિસ્તારમાંથી પસાર થતી વખતે આ અકસ્માત થયો હતો

એમ નારાયણે કહ્યું, સવારે લગભગ 5.30 વાગ્યે, ટ્રક ડ્રાઈવરે બીજા વાહનને સાઇડ આપવાના પ્રયાસમાં ટ્રકને ડાબી તરફ ફેરવી દીધી, પરંતુ વધુ પડતો વળાંક લેવાને કારણે, વાહન લગભગ 50 મીટર ઊંડી ખીણમાં પડી ગયું હતું. તેમણે કહ્યું કે ખીણ તરફ જતા રસ્તા પર કોઈ પ્રોટેક્શન વોલ ન હતી. અકસ્માતમાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. ઘાયલોને સારવાર માટે હુબલીની કર્ણાટક મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પોલીસ અને અધિકારીઓની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.બધા ઘાયલોને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ શરૂ થઈ ગયું છે. પોલીસે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઘાયલોને વળતર માટે સરકાર પણ મદદ કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

facebook twitter