+

અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. બેંગકોકથી આવી રહેલા મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામના મુસાફરની તપાસ દરમિયાન 7 કરોડની કિંમતનુ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. બેંગકોકથી આવી રહેલા મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામના મુસાફરની તપાસ દરમિયાન 7 કરોડની કિંમતનું 4.6 કિલો હાઈડ્રોપોનિક વીડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોકની ફ્લાઈટમાંથી આવતા પેસેન્જર ડ્રગ્સ લઈને આવતા હોવાની માહિતીના આધારે કસ્ટમના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં કેરિયર અને પેસેન્જરોની પ્રોફાઈલના આધારે કસ્ટમ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ હાઇડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

ચાર દિવસમાં બીજી આવી ઘટના બની છે. અમદાવાદ આવેલી એક મહિલા પાસેથી 2349 ગ્રામ હાઇડ્રોપોનિક વીડ મળી આવ્યું હતું. જેને ગાંજા કરતા હાઇ ક્વોલિટીનું માનવામાં આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter