વડોદરાઃ વડોદરા- હાલોલ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી બાલાજી ટ્રાવેલ્સની બસના ચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતા બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ દુર્ઘટનામાં 9 વર્ષના બાળક સહિત 6 લોકોનાં મોત થયા છે. જ્યારે 31 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માતની જાણ થતાં જ SSDF, NDRF જરોદના જવાનો અને વડોદરા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે નુકસાનને કારણે બસના કેટલાક ભાગોને કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યાં હતા.