+

ગીર સફારીના શોખીનો માટે સારા સમાચાર ! પહેલીવાર અભયારણ્ય 23 જૂન સુધી ચાલુ રહેશે

જૂનાગઢઃ ગીર અભયારણ્ય બંધ થવાની અંતિમ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિલંબિત વરસાદ અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર અને વન વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગીર અભયારણ્ય હવે 15

જૂનાગઢઃ ગીર અભયારણ્ય બંધ થવાની અંતિમ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિલંબિત વરસાદ અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર અને વન વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગીર અભયારણ્ય હવે 15 જૂનને બદલે 23 જૂને પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ થશે. આનાથી પ્રવાસીઓને ગીર સફારીનો આનંદ માણવા માટે થોડો વધારાનો સમય મળશે.

વન્યજીવોના સંરક્ષણ માટે અને સિંહોના મેટિંગ (સંવર્ધન) માટે દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ વર્ષે વરસાદના વિલંબને કારણે વન વિભાગે બંધની તારીખ લંબાવવાનો નિર્ણય લીધો છે.

પ્રવાસીઓ હવે 22 જૂનની સાંજ સુધી ગીર સફારીનો આનંદ માણી શકશે. આગામી 7 દિવસ માટે સફારી માટે ઓનલાઈન બુકિંગ વેબ પોર્ટલ પર ફરી શરૂ થઇ ગયું છે.

ઓક્ટોબરથી જૂન સુધી ચાલતી વર્તમાન પ્રવાસન સીઝન દરમિયાન ગીર સફારીની મુલાકાત 2 લાખ થી વધુ પ્રવાસીઓએ લીધી છે. સિંહ જોવા માટે પ્રખ્યાત દેવળિયા ઇન્ટરપ્રિટેશન ઝોનમાં પણ રેકોર્ડ સંખ્યામાં મુલાકાતીઓ આવ્યાં છે, જેમાં આ વર્ષે 8 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે.

સાસણ ડીસીએફ અગ્નિેશ્વર વ્યાસ જણાવે છે કે સમગ્ર ઇકોસિસ્ટમ સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ સાથે જોડાયેલી છે. ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવોના સંવર્ધન અને પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે દર વર્ષે અભયારણ્ય બંધ રાખવામાં આવે છે.

facebook twitter