સુરત: ગોડાદરા વિસ્તારમાં રહેતા એક હોમિયોપેથી ડૉક્ટરે ઘર કંકાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. એનેસ્થેસિયાનું ઇન્જેકશન લઇને જીવન ટૂંકાવી લીધું છે. ગોડાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે, સ્યૂસાઇડ નોટને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે. આ બનાવથી તબીબના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
હોમિયોપેથી ડૉક્ટર ભાવેશ ક્વાડ( ઉ.વ-33)એ હોટલના રૂમમાં એનેસ્થેસિયાનું ઇન્જેકશન લઇને જીવન ટૂંકાવી લીધું છે. ક્વાડે આપઘાત પહેલાં એક સ્યૂસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પત્ની સાથેના સતત વિવાદને કારણે તેમણે આ પગલું ભર્યું છે. તેમની પત્ની 1 વર્ષથી અમદાવાદમાં રહે છે અને છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો.
બે વર્ષ પહેલાં ભાવેશ ક્વાડના લગ્ન થયા હતા. છેલ્લા કેટલાક મહિનાથી દંપતિ વચ્ચે મતભેદો વધતા જતા હોવાથી ડૉક્ટર માનસિક તણાવમાં હતા. જેને લઇને આ પગલું ભર્યું હોઇ શકે છે, ગોડાદરા પોલીસે ગુનો નોંધીને છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++