હિઝબુલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીન માર્યા ગયા, પોતાને પયંગબરના વંશજ ગણાવતા હતા

10:06 AM Oct 04, 2024 | gujaratpost

Israel Hezbollah War: ઇઝરાયેલે હાશેમ સફીદ્દીનને મારી નાખ્યાં છે. જેને હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહના મોત પછી ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. IDFએ બેરૂતના દહી ઉપનગરમાં હાશેમ સફીદ્દીનને મારી નાખ્યાં છે. જો કે હજુ સુધી હાશિમના મોત અંગે હિઝબુલ્લાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ગુરુવારે અડધી રાત્રે ઈઝરાયેલ સેનાએ બેરૂત પર જોરદાર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન સફીદ્દીન ભૂગર્ભ બંકરમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યાં હતા. હાશિમ સફીદ્દીનને અમેરિકાએ વર્ષ 2017માં આતંકવાદી જાહેર કર્યો હતો. તે હિઝબુલ્લાહની રાજકીય ગતિવિધિઓ પર નજર રાખતા હતા. તે પયગંબર મોહમ્મદના વંશજ હોવાનો દાવો કરતા હતા.

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ગુરુવારે રાત્રે જાહેરાત કરી હતી કે પશ્ચિમ કાંઠે તુલકારમમાં હમાસ નેટવર્કના વડા ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઓફીનું દિવસ દરમિયાન મોત થયું હતું.

IDFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2 સપ્ટેમ્બરના રોજ કાર બોમ્બ હુમલાની યોજના બનાવી હતી. ઓફીએ વેસ્ટ બેંકમાં ઇઝરાયલીઓ વિરુદ્ધ અનેક હુમલાની યોજના બનાવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526