SC- ST શ્રેણી માટે કર્મચારીઓની સીધી ભરતી અને પ્રમોશન અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

09:32 PM Jul 01, 2025 | gujaratpost

નવી દિલ્હી: એક ઐતિહાસિક નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીઓ માટે કર્મચારીઓની સીધી ભરતી અને પ્રમોશનમાં અનામતની નીતિ ઔપચારિક રીતે લાગુ કરી દીધી છે. 24 જૂનના રોજ સુપ્રીમ કોર્ટના તમામ કર્મચારીઓને જારી કરાયેલા પરિપત્રમાં આ નિર્ણયની જાણ કરવામાં આવી.

સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર SC-ST અનામત નીતિ લાગુ કરવામાં આવી

આ સિસ્ટમ લાગુ થયા પછી સુપ્રીમ કોર્ટમાં સ્ટાફની સીધી ભરતી અને પ્રમોશનમાં 15 ટકા જગ્યાઓ SC શ્રેણી માટે અને 7.5 ટકા ST શ્રેણી માટે અનામત રાખવામાં આવશે. આ સિસ્ટમ 23 જૂન 2025 થી અમલમાં આવી છે. આ અનામત ન્યાયાધીશો માટે નથી પરંતુ આ નીતિ રજિસ્ટ્રાર, સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ અને ચેમ્બર એટેન્ડન્ટ જેવી ઘણી જગ્યાઓ પર લાગુ પડશે.

CJI ગવઈએ ઐતિહાસિક નિર્ણય લીધો

CJI ગવઈએ કહ્યું કે બધી સરકારી સંસ્થાઓ અને અનેક હાઈકોર્ટમાં પહેલાથી જ SC અને ST માટે અનામતની જોગવાઈઓ છે, તો સુપ્રીમ કોર્ટને શા માટે તેમાંથી બાકાત રાખવી જોઈએ ? એક સંસ્થા તરીકે આપણે તેને આપણી સંસ્થાઓમાં લાગુ કરવું જોઈએ.  

SC-ST અનામત નીતિ 24 જૂનથી અમલી માનવામાં આવશે

નવી અનામત નીતિ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા 24 જૂને એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. જેમાં તમામ કર્મચારીઓ અને રજિસ્ટ્રારને જાણ કરવામાં આવી હતી કે મોડેલ રિઝર્વેશન રોસ્ટર અને રજિસ્ટર સુપ્રીમ કોર્ટના આંતરિક નેટવર્ક Supnet પર અપલોડ કરવામાં આવ્યાં છે અને તે 23 જૂનથી અમલમાં આવી ગયા છે. પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈને રોસ્ટર કે રજિસ્ટરમાં કોઈ ભૂલ કે ખામી દેખાય તો તેની માહિતી રજિસ્ટ્રારને મોકલો.

આ જગ્યાઓ પર અનામત નીતિ લાગુ પડશે

મોડેલ રોસ્ટરમાં સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ કમ જુનિયર પ્રોગ્રામર, જુનિયર કોર્ટ એટેન્ડન્ટ, ચેમ્બર એટેન્ડન્ટ (આર), સિનિયર પર્સનલ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ  સહિત વિવિધ હોદ્દાઓ માટે અનામત શ્રેણીઓ માટે સીધી ભરતી નીતિની વિગતો નીચે આપેલ છે. નીતિ મુજબ, રોજગાર પોસ્ટ્સમાં SC શ્રેણી માટે 15 ટકા હિસ્સો અને ST શ્રેણી માટે 7.5% હિસ્સો રહેશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++