ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તાજેતરમાં ચાર હિન્દુઓની હત્યા બાદ, એક હિન્દુ વિધવા પર ક્રૂરતાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના ઝિનૈદહ જિલ્લાના કાલીગંજના નદીપારા વિસ્તારમાં બની હતી.
એવો આરોપ છે કે બે સ્થાનિક ગુનેગારોએ 40 વર્ષીય હિન્દુ વિધવા પર બળાત્કાર ગુજાર્યો હતો, તેને ઝાડ સાથે બાંધી દીધી હતી અને પછી તેના વાળ કાપી નાખ્યા હતા. આરોપીઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
મહિલાએ ફરિયાદ નોંધાવી
આ ઘૃણાસ્પદ કૃત્ય પછી, મહિલા બેભાન થઈ ગઈ અને સ્થાનિક લોકો તેને સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં, તે આરોપી શાહીન અને તેના સાથી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લગભગ અઢી વર્ષ પહેલાં, મહિલાએ શાહીન અને તેના ભાઈ પાસેથી 20 લાખ રૂપિયામાં જમીન અને બે માળનું ઘર ખરીદ્યું હતું. ત્યારથી શાહીન તેના પર ખરાબ નજર રાખતો હતો. તેણે અગાઉ પણ ઘણી વખત તેના પર જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે મહિલાએ તેના પ્રસ્તાવનો ઇનકાર કર્યો, ત્યારે શાહીન તેને વિવિધ રીતે હેરાન કરવા લાગ્યો હતો. શનિવારે સાંજે જ્યારે બે સંબંધીઓ મહિલાના ઘરે આવી રહ્યાં હતા, ત્યારે શાહીન અને તેના સાથી હસન ઘરમાં ઘૂસી ગયા અને વિધવા પર બળાત્કાર ગુજાર્યો હતો.નોંધનિય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓનો વિરોધ જોરદાર રીતે વધી રહ્યો છે, તેવા સમયે જ આવી બધી ઘટનાઓ બની રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++