ઉત્તરપ્રદેશઃ આ ભયાનક દુર્ઘટનામાં કુલ 121 લોકોનાં મોત થઇ ગયા છે. 38 મૃતકોના મૃતદેહ અલીગઢ પહોંચ્યાં હતા. 37 લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હજુ એક મહિલાની ઓળખ થઈ શકી નથી. સીએમઓની આગેવાની હેઠળની ડોકટરોની છ સભ્યોની ટીમે ખુલાસો કર્યો છે કે નાસભાગ અને શ્વાસ રૂંધાવાથી 10 મહિલાઓનાં મોત થયા હતા. મોટાભાગના લોકોના મૃત્યુનું કારણ શરીર પર ગંભીર ઈજા છે. માથામાં ગંભીર ઇજાઓ અને હાડકાં તૂટવાને કારણે બ્રેઇન હેમરેજને કારણે કેટલાક મોત થયા હતા.લગભગ 12-15 લોકો લીવર, ફેફસાં ફાટવાને કારણે અને બાકીના માથા, ખભા, ગરદન અને કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓને કારણે મૃત્યું પામ્યા હતા.
આંખો આંસુઓથી ભરાઈ ગઈ
મંગળવારે મોડી રાત્રે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જેએન મેડિકલ કોલેજથી મૃતદેહ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચતા જ દરેકની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. લોકો પોતાની પત્નીઓ, માતાઓ, ભાઈઓ અને બહેનોના મૃતદેહોને વળગીને જોર જોરથી રડી રહ્યાં હતા. આ દ્રશ્ય જોઈને જિલ્લા હોસ્પિટલમાં અન્ય દર્દીઓ સાથે આવેલા તમામ પરિજનો પણ પોતાના આંસુ કાબૂમાં રાખી શક્યા ન હતા.
શબઘરમાં જગ્યાના અભાવે મૃતદેહોને પરિષરમાં જ રાખવામાં આવ્યાં હતા
હાથરસ દુર્ઘટનામાં મૃત્યું પામેલા લોકોના મૃતદેહ રાખવા માટે જિલ્લા હોસ્પિટલ અને પોસ્ટમોર્ટમ હાઉસના શબગૃહમાં જગ્યા ઓછી હતી. અહીં સફેદ કપડામાં લપેટાયેલા મૃતદેહોને પરિષરમાં જ રાખવામાં આવ્યાં હતા. બહાર મૃતકના સ્વજનોની ચીસોએ સૌને ચોંકાવી દીધા હતા. પોસ્ટમોર્ટમ હાઉસમાં એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનોમાં એક પછી એક મૃતદેહો આવતા જોઈ લોકો ગભરાઈ ગયા હતા.
પોસ્ટમોર્ટમ હાઉસમાં સવારથી મોડી રાત સુધી બૂમો પડી હતી. આ દરમિયાન લોકોના ચહેરા પર શોક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ આ ઘટનામાં ભોલે બાબાને લઈને તેમના મનમાં કોઈ વિરોધ નથી. તેમજ તે ભોલે બાબા વિશે કોઈ ટિપ્પણી કરવા તૈયાર નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/