મોઢેરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યાં સૂર્ય નમસ્કાર, હર્ષ સંઘવીએ કહી આ વાત- Gujarat Post

10:43 AM Jan 01, 2024 | gujaratpost

રાજ્યમાં 100 થી વધુ જગ્યાએ સામુહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો

દરેક નાગરિકનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવો આશય

મહેસાણાઃ વર્ષ 2024ના પ્રથમ દિવસે રાજ્યમાં સૂર્ય નમસ્કાર યોજાયા હતા. સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર સમારોહ યોજાયો હતો. આ સૂર્ય નમસ્કાર સમારોહમાં 2500 થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યાં હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે જિલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી જોડાયા હતા.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, વર્ષનો પ્રથમ દિવસ અને એમાં પણ સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્ય મંદિર ઉપર પડે છે એવા સૂર્ય મંદિર ખાતે ગુજરાતના યુવાઓ સાથે આજે સૌથી વધારે સંખ્યામાં સૂર્યનમસ્કાર કરવાનો વિશ્વ વિક્રમ નોંધીશુ. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યમાં 108 સ્થળો ઉપર ગુજરાતીઓ સૂર્યનમસ્કારમાં જોડાયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post