(વાયરલ વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
Gujarat Post Fact Check News: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે મનસુખ માંડવિયા સ્ટેજ પર ઉભા રહીને ભાષણ આપી રહ્યાં છે. આ દરમિયાન ત્યાં બેઠેલા લોકોની વચ્ચે એક યુવક આવે છે અને 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવતા પોતાનું જૂત્તું ઉતારીને માંડવિયા પર ફેંકી દે છે. આ ઘટના બાદ ત્યાં હાજર લોકો તેને પકડી લે છે. વિપક્ષી પાર્ટીના ઘણા નેતાઓ પણ આ વીડિયો શેર કરી રહ્યાં છે.
સમાજવાદી પાર્ટીના પૂર્વ મંત્રી આઈપી સિંહે વીડિયો શેર કર્યો અને લખ્યું- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પર જૂતા ફેક્યાં હતા. મોદીએ તેમને દેશના આરોગ્ય મંત્રી બનાવ્યાં છે. આઈપી સિંહે શેર કરેલા વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યાં છે. આ વીડિયો કોંગ્રેસ નેતા અતુલ લોંધે પાટીલે પણ શેર કર્યો છે. તેણે લખ્યું- ભારત માતા કી જય, વંદે માતરમ અને પછી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચપ્પલ ફેંક્યા.
Gujarat Post Fact Check News: ફેક્ટ ચેક દરમિયાન 28 મે 2017નો આ વીડિયો ભાવનગર જિલ્લાના વલ્લભીપુરનું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં જાહેર કાર્યક્રમ દરમિયાન પાટીદાર આંદોલનના એક કાર્યકર્તાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ ત્યાં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઘટના સમયે તેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ન હતા.
સ્પષ્ટ છે કે વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર તાજેતરની ઘટના તરીકે ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે વાયરલ વીડિયો લગભગ 6 વર્ષ જૂનો છે, જે 28 મે 2017નો છે, ગુજરાત પોસ્ટ ન્યૂઝે આ વીડિયોને લઇને ઇન્ટરનેટ પર સર્ચ કરીને તેને લગતી તમામ માહિતી મેળવી તો આ વીડિયો જૂનો હોવાનું સામે આવ્યું છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો