+

Fact Check: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર યુવકે જૂત્તું ફેંક્યું હતુ, 6 વર્ષ જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ-Gujarat Post

(વાયરલ વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ) Gujarat Post Fact Check News: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે મનસુખ માંડવ

(વાયરલ વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

Gujarat Post Fact Check News: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે મનસુખ માંડવિયા સ્ટેજ પર ઉભા રહીને ભાષણ આપી રહ્યાં છે. આ દરમિયાન ત્યાં બેઠેલા લોકોની વચ્ચે એક યુવક આવે છે અને 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવતા પોતાનું જૂત્તું ઉતારીને માંડવિયા પર ફેંકી દે છે. આ ઘટના બાદ ત્યાં હાજર લોકો તેને પકડી લે છે. વિપક્ષી પાર્ટીના ઘણા નેતાઓ પણ આ વીડિયો શેર કરી રહ્યાં છે.

સમાજવાદી પાર્ટીના પૂર્વ મંત્રી આઈપી સિંહે વીડિયો શેર કર્યો અને લખ્યું- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પર જૂતા ફેક્યાં હતા. મોદીએ તેમને દેશના આરોગ્ય મંત્રી બનાવ્યાં છે. આઈપી સિંહે શેર કરેલા વીડિયોને અત્યાર સુધીમાં  હજારો લોકો જોઈ ચૂક્યાં છે.  આ વીડિયો કોંગ્રેસ નેતા અતુલ લોંધે પાટીલે પણ શેર કર્યો છે. તેણે લખ્યું- ભારત માતા કી જય, વંદે માતરમ અને પછી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચપ્પલ ફેંક્યા.

Gujarat Post Fact Check News: ફેક્ટ ચેક દરમિયાન  28 મે 2017નો આ વીડિયો ભાવનગર જિલ્લાના વલ્લભીપુરનું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં જાહેર કાર્યક્રમ દરમિયાન પાટીદાર આંદોલનના એક કાર્યકર્તાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ ત્યાં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. ઘટના સમયે તેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ન હતા.

સ્પષ્ટ છે કે વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર તાજેતરની ઘટના તરીકે ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જ્યારે વાયરલ વીડિયો લગભગ 6 વર્ષ જૂનો છે, જે 28 મે 2017નો છે, ગુજરાત પોસ્ટ ન્યૂઝે આ વીડિયોને લઇને ઇન્ટરનેટ પર સર્ચ કરીને તેને લગતી તમામ માહિતી મેળવી તો આ વીડિયો જૂનો હોવાનું સામે આવ્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter