ગાંધીનગરઃ ખાસ કરીનને ગામડાંઓની શાળાઓમાં કેટલાક શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશમાં વસવાટ કરીને પગાર લઇ રહ્યાં હોવાના બનાવો સામે આવ્યાં છેે. બનાસકાઠાંમાં એક શિક્ષિકાનો કિસ્સો પ્રકાશમાં આવતા સરકારે તમામ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન અનેક શિક્ષકોની પોલ ખૂલી ગઈ છે, ભારે હોબાળો થતાં શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે અને રાજ્યના 134 ગેરહાજર શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યાં છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોમાંથી 44ને નોટીસ આપવામાં આવી છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 3 શિક્ષકોને બરતરફ અને 3 ના રાજીનામાં સ્વીકારાયા છે. ગેરહાજર રહેતા 70માંથી 58 શિક્ષકોને નોટીસ પાઠવવામાં આવી છે. રાજ્યમાં 17 જિલ્લાઓના 31 શિક્ષકો વિદેશમાંં હોવાનું સામે આવ્યું છે. હવે સરકારે આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનિય છે કે રાજ્યમાં ખેડા, બનાસકાંઠા, મહેસાણા સહિતા જિલ્લાઓમાં શિક્ષકો શાળામાં જતા ન હોવાના કિસ્સા સામે આવ્યાં છે, અને હવે રાજ્યની ભાજપ સરકાર જાગી છે અને કાર્યવાહી શરૂ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/