+

ગુજરાતમાં નવા 17 તાલુકાઓને રાજ્ય સરકારની મંજૂરી, જાણો વધુ વિગતો

ગાંધીનગરઃ રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે નવા 17 તાલુકાઓ બનાવવાની જાહેરાત કરી છે. જેથી હવે ગુજરાતમાં તાલુકાઓની સંખ્યાં 265 થશે. સૌથી વધુ બનાસકાંઠામાં 4 તાલુકાઓ બનશે, બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમા

ગાંધીનગરઃ રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે નવા 17 તાલુકાઓ બનાવવાની જાહેરાત કરી છે. જેથી હવે ગુજરાતમાં તાલુકાઓની સંખ્યાં 265 થશે. સૌથી વધુ બનાસકાંઠામાં 4 તાલુકાઓ બનશે, બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં નવા તાલુકાઓ નથી બનાવવામાં આવ્યાં.

આ જિલ્લાઓમાં બનશે તાલુકા

નર્મદા, વલસાડ, બનાસકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, અરવલ્લી, તાપી, સુરત જિલ્લામાંથી અલગ તાલુકા બનશે

આ તાલુકાઓ નવા બનશે 

બનાસકાંઠામાંથી રાહ, ધરણધીર, ઓગડ અને હડાદ નવા તાલુકા બનશે.
ખેડામાંથી ફાગવેલ નવો તાલુકો બનશે.
મહિસાગરમાંથી ગોધર નવો તાલુકો બનશે.
પંચમહાલમાંથી કોઠંબા અલગ તાલુકો બનશે.
નર્મદામાંથી ચીકદા નવો તાલુકો બનશે.
વલસાડમાંથી નાનાપોંઢા નવો તાલુકો બનશે.
દાહોદમાંથી ગોવિંદ ગુરુ લીમડી, સુખસર નવો તાલુકો બનશે.
છોટાઉદેપુરમાંથી કદવાલ તાલુકો બનશે.
અરવલ્લીમાંથી શામળાજી નવો તાલુકો બનશે.
તાપીમાંથી ઉકાઇ નવો તાલુકો બનશે.
સુરતમાંથી અરેઠ અને અંબિકા નવા તાલુકા બનશે.

સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજ્યમાં શાસનમાં વહિવટી સરળતા બને તે માટે આ મહત્વનો નિર્ણય લીધો છે. જનતાને નવા તાલુકા મથકો મળવાથી તેમના માટે કામ સરળ બનશે. કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

facebook twitter