ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ નક્કિ જેવું, નીતિન પટેલ સહિતના આ નેતાઓએ લોકસભા માટે માંગી ટિકિટ

09:15 PM Feb 26, 2024 | gujaratpost

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં હલચલ તેજ બની છે, ભાજપે અચાનક જ તમામ 26 લોકસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર ગૃહમંત્રી અમિત શાહની સામે કોઇએ દાવેદારી નોંધાવી નથી, જેથી તેઓ ફરીથી અહીંથી ચૂંટણી લડશે તે નક્કિ જેવું છે.

મહેસાણા લોકસભા બેઠક પર પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે દાવેદારી નોંધાવી છે, બનાસકાંઠામાં સાંસદ પરબત પટેલ, પૂર્વ મંત્રી હરિભાઇ ચૌધરી, કેશાજી ચૌહાણ સહિત 75 દાવેદારોએ ટિકિટ માંગી છે, અમદાવાદની પૂર્વ બેઠક પર પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના સમર્થકોએ ટિકીટની માંગ કરી છે. રાજકોટ બેઠક પર ભરત બોઘરાના સમર્થકોએ ટિકિટ માંગી છે.

ઉપરાંત જૂનાગઢ, નવસારી, ભરુચ, આણંદ, ખેડા સહિતની બેઠકોની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ભાજપના કાર્યકર્તાઓ અને પૂર્વ મંત્રીઓ, નેતાઓ લોકસભા ચૂંટણી લડવા ઉત્સાહમાં છે અને તેઓ સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યાં હતા.

- અમદાવાદ પૂર્વ માટે સાંસદ હસમુખ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા, પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ(દહેગામ), નિર્મલાબેન વાઘવાણી, બલરામ થાવાણીએ નોંધાવી ઉમેદવારી

- વલસાડ બેઠક માટે જીતુ ચૌધરી, કેસી પટેલ, ઉષા પટેલ, મહેન્દ્ર ચૌધરી, યોગેશ પટેલ, પ્રવીણ પટેલ, હેમંત પટેલે નોંધાવી દાવેદારી

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post