રાજ્યમાં ફરી અનુભવાશે ડબલ ઋતુ, થઈ શકે છે માવઠું- Gujarat Post

10:52 AM Apr 13, 2024 | gujaratpost

અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં એક સાથે બે ઋતુનો અનુભવ થઈ શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આકરો તાપ અનુભવાશે, જ્યારે ઘણા જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું થઈ શકે છે.

હવામાન વિભાગ પ્રમાણે આવતીકાલે વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ,  દાદરા નગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. જો કે, 15મી બાદ રાજ્યમાં માવઠાની સંભાવના નહિવત્ છે. આગામી બે દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે,પરંતુ આ પછી તાપમાનમાં 2-4 ડિગ્રીનો તબક્કાવાર વધારો થાય તેવી સંભાવના છે. હજુ પણ રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં અચાનક આવી પહેલા વરસાદથી ગરમીથી આંશિક રાહત મળી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ રાજ્યમાં 15 એપ્રિલ સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટીવિટીને કારણે ગાજવીજ સાથે માવઠું થશે. આ દિવસો દરમિયાન વહેલી સવારે અને બપોર પછી પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. 18 તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. 16 એપ્રિલથી ગરમી વધશે. અમદાવાદ, વડોદરા, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકરી ગરમીની સંભાવના છે. સરેરાશ ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્શિયસ રહેશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post