Gujarat Post Fact Check News: ખેડૂતોના આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈતનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેઓ મીડિયાને સંબોધિત કરી રહ્યાં છે, તે જ સમયે એક વ્યક્તિ ત્યાં પહોંચ્યો અને તેમના પર કંઈક ફેંકી દીધું હતુ.
સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં કોઈએ ખેડૂત નેતા રાકેશ ટિકૈતને બેલ્ટ વડે માર્યા હતા. કારણ કે તે થોડા દિવસો પહેલા અલ્લાહ હુ અકબરના નારા લગાવી રહ્યાં હતા.
જય હિંદ જય ભારત જય શ્રી રામ… (@tutorial_o) વિડીયો શેર કરતી વખતે, એક X યુઝરે લખ્યું, “રાકેશ ટિકૈતને મારવામાં આવ્યા”
આનંદ તીર્થ (@anandathirtharb) નામના એક્સ એકાઉન્ટે વીડિયોની સાથે લખ્યું છે કે, “અનડેટેડ વીડિયોમાં એક વાસ્તવિક ખેડૂત નકલી ખેડૂત રાકેશ ટિકૈતને બેલ્ટથી મારતો જોવા મળે છે. થોડા દિવસો પહેલા રાકેશ ટિકૈતને અલ્લાહ હુ અકબરના નારા લગાવતા સાંભળવામાં આવ્યાં હતા..@RakeshTikaitBKU #Karnataka માં તમારું સ્વાગત છે.
પરંતુ અમારા ફેક્ટ ચેક દરમિયાન આ વાયરલ વીડિયો ખોટો સાબિત થયો હતો. સમાચાર મુજબ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મારામારી બાદ આ ઘટના બની હતી. આ પછી રાકેશ ટિકૈતના સમર્થકોએ આરોપીને પકડીને માર માર્યો હતો. સમાચારમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે સ્થાનિક ખેડૂત નેતા ચંદ્રશેખરના સમર્થકોએ શાહી ફેંકી હતી. આ વીડિયો જૂનો છે, તમારા આવા ફેક સમાચારોથી સાવધાન રહેવું જોઇએ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526