+

Fact Check- ભારતમાં CAAને મુસ્લિમ વિરોધી કાયદો ગણાવતો અલ જઝીરાનો રિપોર્ટ ખોટો છે- Gujarat Post

Gujarat Post Fact Check News: કેન્દ્રની મોદી સરકારે સોમવારે દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કર્યો હતો. આ કાયદાની દુનિયાભરમાં ચર્ચાંઓ થઇ રહી છે. ભારત સરકાર દ્વારા આ કાયદાને લઇને સાચી હકીકત પણ

Gujarat Post Fact Check News: કેન્દ્રની મોદી સરકારે સોમવારે દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કર્યો હતો. આ કાયદાની દુનિયાભરમાં ચર્ચાંઓ થઇ રહી છે. ભારત સરકાર દ્વારા આ કાયદાને લઇને સાચી હકીકત પણ જણાવવામાં આવી છે, જેમાં મુસ્લિમોને કે અન્ય કોઇ સ્થાનિકોને આ કાયદાથી નુકસાન નથી, પરંતુ આ કાયદાને લઇને ખોટી અફવાઓ લેવાવામાં આવી રહી છે, જેમાં હવે ભારત સરકારની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો(PIB) ની ફેક્ટ ચેક ટીમે અલ જઝીરા ન્યૂઝ ગ્રુપ પર CAA વિરુદ્ધ ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો છે.

'અલ જઝીરા ઇંગ્લિશ'માં પ્રકાશિત સમાચારનો સ્ક્રીનશોટ શેર કરતા લખવામાં આવ્યું છે કે, CAAની જોગવાઈઓને લાગુ કરવા માટે મોદી સરકારે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગલ્ફ ન્યૂઝ ચેનલ અલ-જઝીરાએ તેના પર બ્રેકિંગ ન્યૂઝ તરીકે રજૂ કર્યું. ઉપરાંત લખ્યું, ભારતમાં ચૂંટણીના થોડા સપ્તાહો પહેલા એન્ટી મુસ્લિમ સિટીઝનશિપ લો 2019 લાગુ કરવામાં આવ્યો છે.

Gujarat Post Fact Check News: પીઆઈબીએ લખ્યું, CAA પર 'અલ જઝીરા અંગ્રેજી'નો દાવો ભ્રામક છે. CAA એ કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી, પરંતુ નાગરિકતા આપવા માટે, તે કોઈ ધર્મ-સમુદાયની વિરુદ્ધ નથી.તે માત્ર પડોશી દેશો- અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અત્યાચાર ગુજારાયેલા લઘુમતીઓને ભારતમાં નાગરિકતા પ્રદાન કરવા માટે સક્ષમ કાયદો છે.

કેન્દ્ર સરકારે પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી શરણાર્થી તરીકે ભારતમાં આવતા લોકો માટે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. આ સુધારામાં આ ત્રણ દેશોના ધાર્મિક લઘુમતી શરણાર્થીઓને એટલે કે હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ વગેરેને શક્ય એટલી વહેલી તકે અને લઘુત્તમ પ્રક્રિયા દ્વારા ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ 3 દેશોમાં મુસ્લિમ બહુમતીમાં હોવાથી તેમને તેના દાયરામાં રાખવામાં આવ્યાં નથી.આ મુદ્દે વિરોધ પક્ષો અને મુસ્લિમ સંગઠનો તેને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યાં છે.

જો કે અમે આ કાયદાને લગતી માહિતી તપાસી તો તેમાં ક્યાંય મુસ્લિમ વિરોધી વાત નથી, આ માત્ર રાજકીય લાભ લેનારાઓ અને અન્ય ભારત વિરોધી મીડિયા સસ્થાઓની ઉપજ છે. જેથી આવી અફવાઓમાં આવીને કોઇએ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરવી જોઇએ નહીં.

 

facebook twitter