ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીને લઈ ભાજપની મેરાથોન બેઠક, પાટીલ-પટેલ સહિત કેન્દ્રીય નેતાઓની ઉપસ્થિતિ- Gujarat Post

12:08 PM Jan 06, 2024 | gujaratpost

ગાંધીનગર: આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ સક્રિય થયું છે. લોકસભાની આગામી ચૂંટણી માટે ગુજરાત ભાજપની આજે પ્રદેશ બેઠક મળી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મળનારી બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓની ચર્ચા થશે. ઉપરાંત તમામ લોકસભાની 26 બેઠકો માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા પણ આ બેઠકમાં હાજર રહેશે.રાજ્ય સરકારના 10 મંત્રીઓ બેઠકમાં હાજર રહેશે. પ્રદેશના સિનિયર આગેવાનો સહિત 50 લોકો બેઠકમાં ભાગ લેશે. રાત્રે 8 વાગ્યા સુધી બેઠક ચાલશે. બેઠકમાં અનેકવિધ આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.

અન્ય પક્ષમાંથી ભાજપમાં લોકોને જોડવા સંદર્ભે પણ ચર્ચા થશે. સરપંચથી ઉચ્ચ નેતાઓને ભાજપમાં ભેળવવા અંગે આયોજન થશે. મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ ગામડાઓમાં રાત્રિ રોકાણ, ગામડે ગામડે પહોચવાના ભાજપના કાર્યક્રમનું તથા સરકારી યોજનાના લાભાર્થીઓના સંપર્ક કરવાના કાર્યક્રમનું આયોજન અને ચર્ચા વિચારણા થશે. ભાજપ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જાળવી રાખીને હેટ્રિક કરવા ફરીથી જોર મારી રહી છે.

Trending :

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post