ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

12:15 PM Jan 13, 2026 | gujaratpost

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ની ભરતીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે હવે પ્રતિક્ષાનો અંત આવ્યો છે.

વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે 21મી જાન્યુઆરી, 2026 થી શારીરિક કસોટી શરૂ થશે. ઉમેદવારો 12મી જાન્યુઆરી, 2026 થી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. શારીરિક કસોટી એ ભરતીનો પ્રથમ તબક્કો છે. તેમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે.

કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

ઉમેદવારો પોતાની પરીક્ષાની તારીખ, સમય અને સ્થળની વિગતવાર માહિતી માટે અત્યારથી જ કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.

-સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જાઓ.

-'Call Letter' સેક્શનમાં જઈને 'Preliminary Exam Call Letter' પર ક્લિક કરો.

-તમારી જરુરી વિગતો (Confirmation Number અને Birth Date) ભરો.

-'Print Call Letter' પર ક્લિક કરીને તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરો.