ગાંધીનગરઃ આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાંને કારણે ખેતીપાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ગીર સોમનાથના તાલાલામાં 38 એમએમ વરસાદ નોંધાયો છે, જ્યારે પાટણ-વેરાવળમાં 31 એમએમ, જૂનાગઢના વંથલીમાં 24 એમએમ વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમા પવન અને ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ સુધી કમોસમી વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મૂશળધાર વરસાદ વરસ્યો છે. ભર શિયાળે ચોમાસું જામ્યું હોય એવો માહોલ જોવા મળ્યો છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું છે.
અમરેલીમાં સાર્વત્રિક વરસાદ છે. સાવરકુંડલાના ઘણા ગામોમાં કરા સાથે વરસાદ છે.ધારી અને આજુબાજુના સરસીયા, ફાચરીયા, ગોવિંદપુર, ખીચા, વિસ્તારમાં સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે,જેનાથી તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે.
હાલ રાજ્યમાં લગ્ન સિઝન ચાલી રહી છે. ઘણા લોકોએ પાર્ટી પ્લોટમાં લગ્નોનું આયોજન કર્યુ છે.પરંતુ વરસાદ પડતાં પાર્ટી પ્લોટ અને ખુલ્લી જગ્યામાં લગ્ન કરનારાઓમાં દોડાદોડી મચી ગઈ છે. લગ્નમાં વરસાદ વિલન બન્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ખેતીને પણ ભારે નુકસાન થવાની શક્યતા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો