ભરૂચઃ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રમજીવીઓની વસાહતમાં ગત 16 ડિસેમ્બરે બનેલી રેપની ઘટનામાં પીડિત 10 વર્ષની બાળકી વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં છેલ્લા એક સપ્તાહથી મોત સામે ઝઝૂમી રહી હતી, હવે તે મોત સામે હારી ગઇ છે, તેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના મોતની ખબર સાંભળતા જ તેની માતા બેભાન થઇ ગઇ હતી અને પિતા આઘાતમાં ચાલ્યાં હયા છે. બાળકીની સારવારમા લાગેલા 10 વિભાગના ડોક્ટરો અને સ્ટાફની આંખમાં પણ આંસુ જોવા મળ્યાં હતા.
સોમવારે બપોરે બે વાગ્યે બાળકીને કાર્ડિઆક એરેસ્ટ થયો હતો. તે સમયે હાજર ડોક્ટરોની ટીમે તુરંત બચાવ કામગીરી શરૂ કરી હતી અને થોડી મિનિટોમાં બાળકીના હાલત સ્થિર થઇ હતી. જે બાદ સાંજે 5.15 કલાકે ફરી કાર્ડિઆક એરેસ્ટ થયો હતો. ડોક્ટરોની ટીમે ફરીથી બાળકીને સ્ટેબલ કરવા માટેના પુરતા પ્રયત્ન કર્યાં હતા, પરંતુ સાંજે 6.15 કલાકે બાળકીએ દમ તોડી નાખ્યો હતો. બાળકીના મોત માટે ઘણા કારણો જવાબદાર છે જેમાં ઇન્ટરનલ ઇન્જરી, ઇન્ફેક્શન, ઓર્ગન ફેઇલ્યોર અને કાર્ડિઆક એરેસ્ટ છે.
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં તા.16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના બની હતી. શ્રમજીવી વસાહતમાં પડોશમાં રહેતા ઝારખંડના આરોપી વિજય પાસવાને બાળકીને પીંખી નાખી હતી. બળાત્કાર પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી અનેક વાર કરીને ચેહરાને લોહી લુહાણ કરી નાખ્યો હતો. માસુમ, લાચાર બાળકી ચીસો પાડતી રહી પરંતુ આસપાસમાં બાચવનાર કોઇ ન હતું. પિશાચ બનેલા વિજય પાસવાને સામે બાળકીનું કશુ ચાલ્યુ નહી. બાળકી ઉપર બળાત્કાર બાદ વિજય પાસવાને ગુપ્ત ભાગમાં સળિયો નાખીને ગૃપ્તાંગ અને પેટમાં-આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
બાળકીને બેભાન હાલતમાં પહેલા ભરૃચની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. અહી આંતરડાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે બાદ વધુ સારવાર માટે બાળકીને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. નિદાન દરમિયાન જાણવા મળ્યું કે આંતરડાના ઓપરેશનમા એક ટાંકો તૂટી જતા ઇન્ફેક્શન ફેલાયું છે એટલે ગત બુધવારે એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં બાળકીનું ફરીથી ઓપરેશન કરાયુ હતું. જો કે તે બાદ પણ બાળકીની તબિયતમાં સુધારો આવ્યો ન હતો અને ગત મોડી સાંજે તેણે અંતિમ શ્વાસલીધા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++