ગુજરાત ગેસે નવા વર્ષના પ્રથમ દિવસે જ આપ્યો ઝટકો, CNG ના ભાવમાં કર્યો રૂ. 1.50 નો વધારો- Gujarat Post

11:06 AM Jan 01, 2025 | gujaratpost

ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર ભારણ વધ્યું

અમદાવાદઃ 2025ના પ્રથમ દિવસે કેન્દ્ર સરકારની ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાયો છે તો સામે    ગુજરાત ગેસે નવા વર્ષના પ્રથમ દિવસે લોકોને મોંઘવારીનો ઝટકો આપ્યો છે. ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી એકવાર 1.50 રૂપિયાના વધારાની જાહેરાત કરી હતી. આ નવો ભાવ આજથી અમલી બન્યો છે. 1 ડિસેમ્બર, 2024ના રોજ પણ ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં 1.50 રૂપિયો વધારો કર્યો હતો.ત્યાર પછી હવે ફરી નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી 1.50ના ભાવ વધારાની જાહેરાત કરાતાં વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.

1 જાન્યુઆરીથી ફરીથી કિલોએ 1.50 રૂપિયો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જૂનો ભાવ 77.27 રૂપિયા હતો જે 1 જાન્યુઆરીથી 79.26 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++