ભાવનગરમાં પિતા-પુત્રીની અર્થી ઉઠતાં જ વાતાવરણ બન્યું ગમગીન, મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ - Gujarat Post

11:46 AM Apr 24, 2025 | gujaratpost

ભાવનગરઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. જેમાં એક સુરતના અને ભાવનગરના બે વ્યક્તિ હતા. ભાવનગરના બંને મૃતકો બાપ-દીકરો હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતાં યતિશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતિશભાઈ પરમારનું આતંકી હુમલામાં મોત થયું હતુ. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ  સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, મેયર ભરત બારડ, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

Trending :