+

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતનું બજેટ સત્ર વહેલું યોજાશે- Gujarat Post

(file photo) લોકસભા ચૂંટણી પહેલા રજૂ થશે ગુજરાત બજેટ 1 ફેબ્રુઆરીથી 7 માર્ચ, 2024 સુધી ચાલશે બજેટ સત્ર નવા કરવેરા નહીં નાંખવામાં આવે તેવી શક્યતા ગાંધીનગરઃ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી ર

(file photo)

લોકસભા ચૂંટણી પહેલા રજૂ થશે ગુજરાત બજેટ

1 ફેબ્રુઆરીથી 7 માર્ચ, 2024 સુધી ચાલશે બજેટ સત્ર

નવા કરવેરા નહીં નાંખવામાં આવે તેવી શક્યતા

ગાંધીનગરઃ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા બજેટ નિર્ધારીત સમય કરતાં વહેલું રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 7 માર્ચ સુધી ચાલશે. લોકસભા ચૂંટણીના કારણે બજેટ સત્ર વહેલું શરુ થશે. વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરાશે.

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે બજેટ

આ બજેટમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ નવા કરવેરા નહીં નાંખવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, ઉપરાંત કેટલીક ચૂંટણીલક્ષી જાહેરાતો પણ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ 2023-24માં ગુજરાતનું અંદાજપત્ર ૩ લાખ કરોડનું હતું, જેના બદલે આ વર્ષના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારાની શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter