ગાંધીનગરઃ ભાજપે આજે અનેક જિલ્લાઓ માટે પ્રમુખના નામ જાહેર કર્યા છે. જેમાંથી ઘણાને રિપીટ કરીને યથાવત રખાયા છે તો કેટલાક જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂંક કરાઇ છે.
ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલને રિપીટ કરાયા છે. જૂનાગઢમાં ચંદુભાઈ મકવાણાને પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. સાથે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાને નિમણૂંક કરાયા છે.
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરત રાઠોડને રિપીટ કરાયા છે. અગાઉ સંદીપ દેસાઈ ભાજપના સુરત જિલ્લાના પ્રમુખ હતા, પરંતુ ચોર્યાસી બેઠક પરથી ધારાસભ્ય બનતાં પ્રમુખ પદે ભરત રાઠોડની વરણી કરાઈ હતી. નર્મદા જિલ્લા ભાજપના નવા પ્રમુખ પદે નીલ રાવની નિયુક્ત કરાયા છે. નીલ રાવ નર્મદા જિલ્લા મહામંત્રી હતા.
અમદાવાદ જિલ્લામાં બાવળા સાણંદ અને ધંધુકા એમ ત્રણ નગરપાલિકાની ચૂંટણી હતી, તેમાં સાણંદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે માલતીબેન પટેલને જવાબદારી મળી છે. બાવળા નગરપાલિકામાં પ્રજ્ઞાબેન પટેલને પ્રમુખ અને મંજુલાબેન ઠાકોરને ઉપપ્રમુખ એ જ મુજબ ધંધુકા નગરપાલિકામાં પારુલબેન આદેશરાને પ્રમુખ અને ગજરાબેન ચૌહાણને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરને રિપીટ કરાયા છે. અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીને નિમણુંક કરાયા છે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પદે ભુરાલાલ શાહને રિપીટ કરાયા છે.
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપને બહુમતી મળી છે. ખેડા નગરપાલિકાના પ્રમુખ તરીકે જોષનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે અક્ષય ભાવસારને જવાબદારી મળી છે, મહેમદાવાદ નગરપાલિકામાં પ્રશાંત પટેલને પ્રમુખ અને વર્ષાબેન વાઘેલાને ઉપપ્રમુખ, મહુધા નગરપાલિકાના પ્રમુખ તરીકે રૂપેશ રાઠોડને નિયુક્ત કરાયા છે. ચકલાસી નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મેશ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે અમિત પટેલને તો ડાકોરમાં પ્રમુખ તરીકે વિપુલ શાહને અને ઉપપ્રમુખ તરીકે તેજેન્દ્ર રણજીતસિંહની નિયુક્તિ આપવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++