ગાંધીનગરના અડાલજ પાસેથી ગુજરાત ATSએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યાં

11:15 AM Nov 09, 2025 | gujaratpost

ગાંધીનગરઃ ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરાઇ છે. ATSએ ગાંધીનગરના અડાલજ પાસેથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

ગુજરાત ATSને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે જેથી તેમના પર વોચ રાખવામાં આવી હતી. જે બાદ ATSએ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે હાલ ATS દ્રારા પૂછપરછ થઇ રહી છે. 

ત્રણેય આતંકીઓ ISIS સાથે જોડાયેલા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે, દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની યોજના હતી, હથિયારોની આપ-લે કરવા માટે તેઓ ગુજરાત આવતા હતા.

ગુજરાત ATSએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોના ધરપકડ કરી હતી. બે વ્યક્તિ ગુજરાતના અને બે વ્યક્તિ દિલ્હી અને નોઇડાના હોવાનું સામે આવ્યું હતું. હવે ઝડપાયેલા ત્રણેય શખ્સો હૈદરાબાદના હોવાનું સામે આવ્યું છે.