+

ગુજરાતમાં એપ્રિલ-મે મહિનામાં યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી - Gujarat Post

ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પણ નિમણૂંક થઈ શકે છે ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ

ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી

ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પણ નિમણૂંક થઈ શકે છે

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે  માર્ચ કે એપ્રિલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. 7000 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ શકે છે.

રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લાઓમાંથી તા.1 એપ્રિલ, 2022થી 30 જૂન, 2025 સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીની ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી છે. આ સાથે મતદાન મથકોની તૈયારી પૂર્ણ કરવાની પણ સૂચના આપી છે.
 
આ ચૂંટણી પહેલા ભાજપના નવા પ્રદેશ પ્રમુખની પણ નિમણૂંક થઈ જશે. તેમના નેતૃત્વમાં ભાજપ પહેલી ચૂંટણી લડશે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલના  નેતૃત્વમાં લડાયેલી આ છેલ્લી ચૂંટણીમાં ભાજપે હરિફોના સૂપડાં સાફ કરી દીધા હતા. હાલ ભાજપ સંગઠનમાં શહેર પ્રમુખ, પ્રદેશ પ્રમુખની પસંદગીની કાર્યવાહી ચાલી રહી છે અને 10 માર્ચ આસપાસ નામોની જાહેરાત થઈ શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter