સલામત રોકાણ માટે સોનું ગણાય છે નંબર-1
ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા બાદ સોનાની કિંમતમાં થયો છે અધધ વધારો
સામાન્ય લોકો માટે સોનાની ખરીદી પહોંચની બહાર બની
અમદાવાદઃ સોનાની કિંમતે ઈતિહાસ રચી દીધો છે. મંગળવારે સોનાની કિંમત એક લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ હતી. એમસીએક્સ પર કારોબાર દરમિયાન સોનાની કિંમત 99,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી હતી. જ્યારે ઘરેલુ માર્કેટમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સાથે ભાવ એક લાખને પાર પહોંચી ગયો છે. સોનાની કિંમતમાં આવેલા ઉછાળાનું સૌથી મોટું કારણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે, સોનાના વાયદા 3,504.12 ડોલર પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચ્યો હતો. બાદમાં તે 65.42 ડોલર અને 1.91 ટકા વધીને 3,490.72 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વમાં સુધારાની યોજનાઓ જાહેર કર્યા પછી યુએસ નાણાંકીય નીતિ અંગેની ચિંતાઓને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.
એક્સપર્ટના કહેવા મુજબ, વૈશ્વિક નાણાકીય બજારોમાં અનિશ્ચિતતા અને અમેરિકા-ચીન વેપાર યુદ્ધમાં વધારો થવાને કારણે સોનાના ભાવ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય બજારમાં 3,500 ડોલર પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગયા છે અને ભારતીય સ્થાનિક બજારમાં પણ 99,000 રૂપિયાની સપાટીને પાર કરી ગયા છે. હાલ લગ્નસરાની સિઝન અને ખરીદી ચાલી રહી છે ત્યારે તેવા જ સમયે ભાવ એક લાખને પાર થઈ જતાં સોનાની ખરીદી સામાન્ય આદમીની પહોંચની બહાર થઈ ગઈ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++