+

ગાંધીનગરઃ કમલમ પાસે ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દટાયા, એકનું મોત

એક મજૂરનું મોત થયું અને અન્ય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા ગાંધીનગરઃ કોબામાં ભાજપ કાર્યાલય કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દટાઈ ગયા હતા. જેમાં રાજસ્થાનના ડ

એક મજૂરનું મોત થયું અને અન્ય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

ગાંધીનગરઃ કોબામાં ભાજપ કાર્યાલય કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દટાઈ ગયા હતા. જેમાં રાજસ્થાનના ડુંગરપુર નિવાસી 30 વર્ષીય અજય પરમારનું મોત નિપજ્યું હતું. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ગાંધીનગરના કોબા સર્કલ નજીક કમલમ પાસે નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દટયા હતા.શ્રીજી એરીસ નામની નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકો દટાયા હતા. જે પૈકી 30 વર્ષીય અજય પરમારનું મોત નીપજ્યું છે અને 45 વર્ષીય નટવરભાઈ ડામોર અને 19 વર્ષીય ચિરાગ ડામોરનું રેસ્ક્યૂ કરીને સારવાર માટે નાના ચિલોડા સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter