+

ગુજરાતમાં 105 IPS અને SPS અધિકારીઓની બદલી, 20 જિલ્લાઓના પોલીસ અધિક્ષકો બદલાયા

ગાંધીનગરઃ લાંબા સમય પછી ગુજરાત સરકારે રાજ્ય પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કર્યો છે અને 105 IPS અને SPS (રાજ્ય પોલીસ સેવા) અધિકારીઓની બદલી કરી છે. તેમાં 74 IPS અને 31 SPS કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે.

ગાંધીનગરઃ લાંબા સમય પછી ગુજરાત સરકારે રાજ્ય પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કર્યો છે અને 105 IPS અને SPS (રાજ્ય પોલીસ સેવા) અધિકારીઓની બદલી કરી છે. તેમાં 74 IPS અને 31 SPS કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ આદેશ હેઠળ, 20 જિલ્લાઓઓના પોલીસ અધિક્ષકો અને ચાર મોટા શહેરોના 32 DCP સ્તરના અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. 

જે જિલ્લાના પોલીસ અધિક્ષકોની બદલી કરવામાં આવી છે તેમાં વલસાડ, મોરબી, રાજકોટ ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય, ડાંગ, ભરૂચ, બનાસકાંઠા, નર્મદા, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, જામનગર, નવસારી, ગીર સોમનાથ, મહિસાગર, તાપી, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, દાહોદ અને ભાવનગરનો સમાવેશ થાય છે.

2019-20 બેચના યુવા IPS અધિકારીઓને શહેરી ઝોનમાં પોસ્ટ કરવામાં આવ્યાં છે, જ્યારે 2018 અને તેનાથી ઉપરના અધિકારીઓને જિલ્લાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જ્યારે 2012-13 બેચના અધિકારીઓ (જેમને ટૂંક સમયમાં બઢતી મળવાની છે) ને CID ક્રાઈમ અને આર્થિક ગુના જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. 

સરકારે મહત્વપૂર્ણ પદોના પ્રમાણમાં મહિલા અધિકારીઓને પણ તૈનાત કર્યા છે. 2021 બેચના નવા અધિકારીઓને સાયબર ક્રાઇમ, કોસ્ટલ સિક્યુરિટી, જેલ મેનેજમેન્ટ અને ટેકનિકલ સેલ જેવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્ય સર્વેલન્સ સેલ અને CID આર્થિક ગુના શાખા જેવા મહત્વપૂર્ણ પદો પર વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. 

સ્થાનિક સંસ્થા અને પંચાયત ચૂંટણી પહેલા કરવામાં આવેલી આ મોટી બદલી રાજકીય અને વહીવટી દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકારે વરિષ્ઠતાને મહત્વ આપ્યું છે, યુવાનોને મોટી અને પડકારજનક પોસ્ટિંગ આપીને નવીનતાની શક્યતા વધી છે. 

ડો. કરણરાજ વાઘેલા, IPS સુરત શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (આર્થિક ગુના વિંગ) તરીકે નિમણૂંક, એસ. વી. પરમાર, IPS, રાજકોટના ઝોન-1ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકેથી બદલી થઈને મહેસાણા ખાતે SRPF, ગ્રુપ-15ના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત, રાહુલ ત્રિપાઠી, મોરબીના પોલીસ અધિક્ષક (SP) તરીકેથી બદલી થઈને અમદાવાદ શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (S.O.G.) તરીકે નિમણૂક, પ્રેમસુખ ડેલુ, જામનગરના પોલીસ અધિક્ષક તરીકેથી બદલી થઈને સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત, ડો. રવિ મોહન સૈની, અમદાવાદના ઝોન-6 ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકેથી બદલી થઈને જામનગરના પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી છે

નીતેશ પાંડે, દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક તરીકેથી બદલી થઈને ભાવનગરના પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત, વિજયસિંહ ગુર્જર, સુરત શહેરના ઝોન-4ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકેથી બદલી થઈને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક, હિમકર સિંહ, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક તરીકેથી બદલી થઈને અમદાવાદ શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (આર્થિક ગુના વિંગ) તરીકે નિમણૂંક, અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે  બઢતી થઇ છે.

ડોક્ટર હર્ષદ પટેલની અમદાવાદ ઝોન-1માં નાયબ પોલીસ કમિશનર તરીકે બદલી, સફીન હસનને મહીસાગર એસ.પી બનાવાયા, મનોહરસિંહ જાડેજાની અરવલ્લી એસપી તરીકે બદલી કરાઇ, ખેડામાં એસપી તરીકે IPS વિજય પટેલને નિમંણૂક કરાયા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter