કોરોનાની પાછી એન્ટ્રી... ગાંધીનગરના વાવોલમાં 8 વર્ષનો બાળક કોરોના સંક્રમિત, પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ- Gujarat Post

11:15 AM Dec 22, 2023 | gujaratpost

(file photo)

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના ધીમે ધીમે માથું ઉંચકી રહ્યો છે. જો કે તેમાં એક બાળક પણ સપડાયો છે, જેને લઈને ચિંતા વધી ગઈ છે. દક્ષિણ ભારતના ધાર્મિક પ્રવાસમાંથી પરત ફરેલી સેક્ટર-6ની બે બહેનો કોરોનામાં સપડાયા બાદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું, ચેપ પ્રસરે તે પહેલા પ્રવાસમાં ગયેલા તમામ યાત્રિકોના સંપર્ક કરીને તેમનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન સેક્ટર-3 અને કલોલમાંથી એક-એક પોઝિટિવ મહિલા દર્દી મળી આવ્યાં બાદ વાવોલમાં રહેતા પરિવારનો 8 વર્ષનો બાળક સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેને લઇને આરોગ્ય તંત્ર પણ તકેદારીના પગલા ભરી રહ્યું છે.

ગાંધીનગરના સેક્ટર-6માં રહેતી 57 અને 59 વર્ષીય બે બહેનો દક્ષિણ ભારતના પ્રવાસમાં જઇને આવ્યાં બાદ કોરોના સંક્રમિત થઇ હતી ત્યારે આરોગ્ય તંત્ર આ બંન્ને કેસને લઇને દોડતું થયું છે. કોરોના પોઝિટિવ બહેનોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી છે, આ બંન્ને બહેનો સાથે પ્રવાસમાં ગયેલા અન્ય પ્રવાસીઓને ટ્રેસ કરવાનું કામ ગાંધીનગર કોર્પોરેશનની સાથે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પ્રવાસના આયોજક કથાકાર-બાપુ પાસેથી તમામ પ્રવાસીઓના મોબાઇલ નંબર મેળવી લેવાયા છે. આ લોકોને હાલમાં ઘરમાંથી બહાર નહીં નિકળવા અને કોરોનાના કોઇ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય તંત્રને જાણ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આ લોકોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત ગાંધીનગરના સેક્ટર-૩ અને કલોલમાં રહેતી મહિલા સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું .  વાવોલમાંથી 8 વર્ષનો બાળક પણ કોરોનામાં સપડાયો હોવાનું જાણવા મળ્યું છે.

કલોલ-ધમાસણાથી દક્ષિણભારતની ટૂરમાં ગયેલા વાવોલના પરિવારના પાંચ સભ્યોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા, જે પૈકી ચાર સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા, જ્યારે 8 વર્ષના બાળકનો પણ આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે ઘરના તમામ પાંચેય સભ્યોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post